અંતે મસરત આલમને જેલમાં મોકલાયો

જમ્મુ-કાશ્મીર સરકારે ભાગલાવાદી નેતા મસરત આલમ ભટ સામે સખત જન સુરક્ષા કાયદો (પીએસએ) લાગુ કર્યો છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર સરકારે ભાગલાવાદી નેતા મસરત આલમ ભટ સામે સખત જન સુરક્ષા કાયદો (પીએસએ) લાગુ કર્યો છે. મસરતને કાશ્મીરથી જમ્મુની એક જેલમાં મોકલવામાં આવ્યો છે. જનસુરક્ષા કાયદા હેઠળ કોઇ પણ વ્યક્તિને સુનાવણી વગર વધુમાં વધુ મહિના સુધી જેલમાં રાખી શકાય છે.
મસરત પર હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાની તરફથી યોજાયેલી એક રેલીમાં દેશવિરોધી નારા લગાવવા અને પાકિસ્તાની ધ્વજ ફરકાવવાનો આરોપ છે. દેશદ્રોહ અને રાજદ્રોહના આરોપમાં ૧૭ એપ્રિલે મસરતની ધરપકડ થઇ હતી.
પીડીપીના નેતૃત્વવાળી સરકારે પીએસએ હેઠળ ચાર વર્ષથી વધુ સમય સુધી જેલમાં બંધ રહ્યા પછી તેને માર્ચમાં મુક્ત કર્યો હતો. મસરત મુક્ત થયા બાદ સમગ્ર દેશમાં રાજકીય સહિત તમામ લોકોએ જમ્મુ-કાશ્મીર સરકારના નિર્ણયની ટીકા કરી હતી. બડગામના જિલ્લા મેજિસ્ટ્રેટ અલ્તાફ એહમદ મીરે જણાવ્યું કે મસરતને કોટભલવાલ જેલ મોકલવામાં આવ્યો છે.
