લશ્કરે મને મુંબઈ હુમલા માટે તાલીમ આપી: ડેવિડનો ખુલાસો

મુંબઇના હુમલાના આરોપીએ ચોંકવાનારો ખુલાસો કર્યો છે.
નવી દિલ્હીઃ મુંબઇના હુમલાના આરોપીએ ચોંકવાનારો ખુલાસો કર્યો છે. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા માટે રેકી કરવાના આરોપમાં અમેરિકાની જેલમાં સજા કાપી રહેલા પાકિસ્તાની મૂળના આતંકવાદી ડેવિડ હેડલીએ પોતાની આત્મકથાના મુસદ્દામાં કબૂલાત કરી છે કે મુંબઇ હુમલાના ત્રણ વર્ષ પહેલાં લશ્કરે તોઇબાએ તેને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. હેડલીએ તેનાં સ્મરણોમાં આતંકીઓ સાથેની પ્રથમ મુલાકાત, સંગઠનમાં જોડાવાનો પોતાનો નિર્ણય, લશ્કરની તાલીમી છાવણીઓમાં ઘૂસણખોરી અંગે ઉલ્લેખ કર્યો છે.
