મુબારક રમજાન મહિનો અને યુદ્ધરત ઇસ્લામી જગત

મુબારક રમજાન મહિનો અને યુદ્ધર

આશ્ચર્યજનક રીતે મુબારક રમજાન મહિનામાં ખુદાની ઈબાદત કરવાનાં બદલે લગભગ ઇસ્લામી જગત અંદરોઅંદર ખૂનની હોળી ખેલી રહ્યું છે. ત્યારે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવાના નામે કરવામાં આવતા યુદ્ધોને જોતાં ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાને શરીફની નીચેની આયાતો યાદ કરી ફિસાદ દુર થાય તેવી દુઆ કરીયે.
પવિત્ર કુરાને શરીફની સુરા(પ્રકરણ)-2ની આયત (શ્લોક) 11-12 માં જણાવેલ છે કે ‘તોફાન કરનારાઓને જયારે કહેવામાં આવે છે કે તમે જમીન ઉપર ફિસાદ કરો નહીં, ત્યારે તેઓ કહે છે કે અમે તો માત્ર સુધારો કરનારા છીએ, પણ ખરેખરી રીતે જોતાં તો તેઓ પોતે જ ફીસાદ કરનારાઓ છે અને તેમ છતાં તેઓ એ વાત જાણતા નથી.’

એવી જ રીતે સુરા-4 ની આયત-8માં જણાવેલ છે કે ‘જેઓએ પોતાના હાથે અગાઉ જુલમ કરેલો છે, તેઓની ઉંપર જયારે આફત આવશે ત્યારે તેઓ ખુદાની સોગન ખાઈને કહેશે કે ભલાઈ અને સંપ સિવાય તેમનો કોઈ પણ અમારો ઈરાદો નહોતો.’
એક બાજુ અમેરિકા અને ઇઝરાયલે દુબઇ, યુએઇ, કુવૈત, જોર્ડન, બહેરીન, કતાર જેવા સુન્ની મુસ્લિમ દેશોનો સાથ લઈને શિયા મુસ્લિમ દેશ ઈરાનના સર્વોચ્ચ આયતોલ્લાહ ખોમૈની સહિત લગભગ પૂરેપૂરી નેતાગીરીનો સફાયો કરીને કાળો કેર વરસાવી દીધો. તેનો બદલો લેવા અમેરિકા તો તેમની પહોંચથી ખુબ દુર હોઈ ઈરાન તથા તેના સાથી સુદાન, હુતી અને હમાસ વિદ્રોહીઓ વગેરેએ ઈઝરાયેલ તો ઠીક તે ઉપરાંત અન્ય અરબસ્તાન, દુબઇ, કુવૈત, જોર્ડન જેવા મુસ્લિમ દેશો ઉપર જ વળતા હુમલો કરી દીધા! અરબસ્તાનની સૌથી મોટી ઓઇલ રિફાઈનરી અરામ્કો ઉપર પણ ઈરાને મિસાઇલ હુમલો કર્યો છે. ઇસ્લામિક ભાઈચારાના ઉદાહરણ આપતા આ દેશો અંદરોઅંદર ખુનની હોળી રમવાનું ચાલુ કરી દીધું છે. અને આ બધું જ ઉપરની આયતોમાં બતાવ્યું તે પ્રમાણે દિન અને ઇમાનના નામે! બીજી બાજુ, પાકિસ્તાને પણ પવિત્ર રમજાન મહિનાની આમન્યા રાખ્યા વગર અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઈક કરતાં તો કરી દીધી તેના જવાબમાં અફઘાનિસ્તાનના તાલિબાની શાસકોએ પાકિસ્તાનને ઘમરોળવાનું ચાલુ કરી દીધું છે!
ટૂંકમાં, ધર્મના નામે ઇસ્લામી દેશોએ અંદરોઅંદર પવિત્ર રમજાન મહિનામાં જ ખુનની હોળી રમવાનું ચાલુ કરી દીધું છે. સ્વાભાવિક રીતે જ પરિણામો વિઘાતક જ આવવાના. ‘અલ્લાહ જાને આગે ક્યા હોગા?’

મુબારક રમજાન મહિનો અને યુદ્ધર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.