યે તો હોના હી થા!

યે તો હોના હી થા!...

ભારત – અમેરિકા વચ્ચે થનાર ‘ટ્રેડ ડીલ’ની જાહેરાત થતાંની સાથે જ પ્રાથમિક દૃષ્ટિએ જ આ જાહેરાત ભારતના હિતવિરોધી હોઈ તેની સામે સર્વપ્રથમ ‘લાલ બત્તી’ ધરનાર વર્તમાન પત્ર માત્ર આપણું ‘ગુજરાત સમાચાર’ હોવાનું ગર્વ અનુભવીએ તે સ્વાભાવિક છે.

ભારત – અમેરિકા વચ્ચે થનાર ‘ટ્રેડ ડીલ’ની જાહેરાત થતાંની સાથે જ પ્રાથમિક દૃષ્ટિએ જ આ જાહેરાત ભારતના હિતવિરોધી હોઈ તેની સામે સર્વપ્રથમ ‘લાલ બત્તી’ ધરનાર વર્તમાન પત્ર માત્ર આપણું ‘ગુજરાત સમાચાર’ હોવાનું ગર્વ અનુભવીએ તે સ્વાભાવિક છે.
આ ટ્રેડ ડીલની જાહેરાતો એક પક્ષીય રીતે ટ્રમ્પ મહાશય જ કરે, ટેરિફ દરમાં ભારે વિસંગતતા, રશિયા સાથેના ભારતના સંબંધો ઉપર થનાર અસર, અમેરિકાથી કૃષિ ઉત્પાદનોની આયાતથી ભારતના કૃષિ ક્ષેત્ર ઉપર થનાર ગંભીર અસર, વેનેઝુએલા પાસેથી લૂંટેલા તેલની ખરીદી વગેરે મુદ્દાઓ સામે હિમતપૂર્વક ‘લાલ બત્તી’ બતાવી દેશહિત માટેની જાગૃતિ બતાવી છે.
આનંદની વાત છે કે ભારત-અમેરિકા વચ્ચેનો આ વેપાર કરાર (ટ્રેડ ડીલ) ઘોંચમાં પડી છે, યે તો હિના હી થા. મોદીસાહેબ જેવા ધુરંધર રાજનીતિજ્ઞ ટ્રમ્પના ટ્રેપમાં આવે તો જ આશ્ચર્ય! સહુએ યાદ રાખવું રહ્યું કે ભારતના મોદી એ પાકિસ્તાનના શાહબાઝ શરીફ નથી. એવું માનવાને કારણ છે કે ટ્રમ્પ મહાશય મોદીજીને પાકિસ્તાન - બાંગ્લાદેશમાં ભારતના હિતો, ચીનનો ભય, અમેરિકામાં અપ્રવાસી ભારતીયો વગેરે કેટલાક મુદ્દા ઉપર મોદીજીને બ્લેકમેઇલ કરતાં હશે જ. તેને કઈ રીતે પહોંચી વળવું તે મોદીજી માટે થોડું મુશ્કેલીવાળું રહેશે જ, પણ હવે બધું નવેસરથી. નવી ઘોડી, નવો દાવ જેવું. આશા રાખીયે કે નવેસરથી ટ્રેડ ડીલ થાય તેમાં ભારતના કોઈ પણ હિતનો ભોગ ના લેવાય.

યે તો હોના હી થા!...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.