1928 Institute શું છે ?
1928 Institute બ્રિટિશ – ભારતીય થીંક ટેન્ક છે. તેની રચના ઓક્સફર્ડ સ્થિત થોડાંક ભારતીય એકેડેમિક્સ દ્વારા ૨૦૨૦માં કરવામાં આવી હતી. તેમનો હેતુ યુકેના સાંસદો અને મીડિયા સમક્ષ બ્રિટિશ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવાનો છે. તેઓ આપણી કોમ્યુનિટી વિશે વધુ સમજ ફેલાવવા માગે છે. તેઓ રચનાત્મક લેખન સ્વરૂપે અને વિઝ્યુઅલ મીડિયાના માધ્યમથી આપણી કોમ્યુનિટી વિશેના કોલોનિયલ નિરુપણોને દૂર કરવા માગે છે. આ શબ્દોને સરળતાપૂર્વક સમજાવવાની જરૂર છે. તે બીન – ભાગલાવાદી, સમાવેશી, આંતરરાષ્ટ્રીયવાદી અને પાયાના સ્થાપક હોઈ શકે. તેમને મોટાભાગે સ્થાપકો જ ફંડ આપે છે. તેમને આંશિક ફંડિંગ લીનાક્રે કોલેજ, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા કરાય છે.

આપણી માગણીઓ એવા પ્રકારની છે જેને લીધે આપણે ઉગ્રવાદીઓ તરીકે વર્ગીકૃત થયાં છીએ. આ ઈન્સ્ટિટ્યુટની મેમ્બરશીપ માટે કોઈ રકમ ચાર્જ કરાતી નથી. લોર્ડ દેસાઈ, લોર્ડ પારેખ, બેરોનેસ સંદીપ વર્મા, સાંસદ વીરેન્દ્ર શર્મા, ભારતીય સાંસદ શશી થરૂર અને હિંદુ કાઉન્સિલ યુકે તેના સભ્યો છે. હિંદુ કાઉન્સિલ આ સંસ્થા સાથે સક્રિય રીતે સંકળાયેલી છે તેનાથી મને ખૂબ આશ્ચર્ય થાય છે.
આ થીંક ટેન્ક વિશે મને કેટલીક શંકા છે. તેમણે બ્રિટિશ ભારતીયોના પ્રતિનિધિત્વનું કામ એકપક્ષી રીતે લીધું હોય તેમ લાગે છે. તેમનો પાયો ઓક્સફર્ડમાં છે અને તેઓ ઓક્સફર્ડના એકેડેમિક્સ છે તેથી ભારતીય સમુદાયને સ્પર્શતા મુદ્દાઓ માટે મીડિયા તેમની પાસે જશે. એવો પણ ડર છે કે ભારતીય ડાયસ્પોરાએ જે સકારાત્મક અને મધ્યમમાર્ગી છાપ ઉભી કરી છે તે એક સંસ્થા દ્વારા રજૂ કરાઈ રહી છે, તે સંભવતઃ નકારાત્મક, ઘર્ષણ જેવો દેખાવ ઉભો કરે તેવી શક્યતા છે. મને આશા છે કે હિંદુ સંસ્થાઓ આ મામલે યોગ્ય કરશે.