ABPL ગ્રુપના નિયમિત પત્રલેખકોનું સન્માન

ABPL ગ્રુપના નિયમિત પત્રલેખકોનુ

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસએ ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ પત્ર લેખકોના વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કર્યું હતું. જાણીતા અને નિયમિત પત્ર લેખકોના યોગદાન બદલ તેમનો આભાર માનીને તેમનું સન્માન કરાયું હતું.

ગુજરાત સમાચાર અને એશિયન વોઈસએ ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ પત્ર લેખકોના વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કર્યું હતું. જાણીતા અને નિયમિત પત્ર લેખકોના યોગદાન બદલ તેમનો આભાર માનીને તેમનું સન્માન કરાયું હતું.
ભૂપેન્દ્રભાઈ એમ ગાંધી અને તેમના પત્ની કુમુદિનીબેન વાલંબિયાને પત્ર લેખક તરીકેના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ABPL ગ્રુપ વતી પૂજા રાવલે કિંગ્સબરી ખાતેના તેમના ઘરની મુલાકાત લીધી હતી અને તેમનું સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન આપ્યું હતું.
અમારા પ્રકાશનોની વૃદ્ધિ અને સફળતા પાછળનો મજબૂત પાયો હોવા બદલ ભૂપેન્દ્રભાઈ, કુમુદિનીબેન અને અન્ય ઘણા લોકોનો ABPL ગ્રુપ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
ભૂપેન્દ્રભાઈ એમ ગાંધીનો જન્મ અને ઉછેર દાર - એ - સલામમાં થયો હતો. તેમને નાનપણથી જ લખવામાં રસ હતો. તેમણે અત્યાર સુધીમાં ૩ પુસ્તકો, બે નવલકથાઓ અને એક કવિતાનો સંગ્રહ પ્રકાશિત કર્યો છે. તેમના પત્ની કુમુદિનીબેન વાલંબિયા NHSમાં ફ્રન્ટલાઈનમાં કામ કરતાં નર્સ હતાં. તેમની લેખન પ્રત્યેની  રુચિને  ભૂપેન્દ્રભાઈએ પોષી હતી.
તેમને આરોગ્ય સંબંધિત મુદ્દાઓ વિશે લખવામાં ભારે રુચિ હતી અને એશિયન વોઈસમાં  Your Voice વિભાગે તેમને યોગ્ય પ્લેટફોર્મ આપ્યું હતું.

ABPL ગ્રુપના નિયમિત પત્રલેખકોનુ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.