BAPS ચેરિટીઝ નાઈરોબી દ્વારા હોસ્પિટલમાં લેડીઝ ગારમેન્ટનું ડોનેશન

૧લી ફેબ્રુઆરીએ BAPS ચેરિટીઝ નાઈરોબી દ્વારા નાઈરોબીની મથારી નેશનલ ટીચીંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લેડીઝ ગારમેન્ટનું ડોનેશન કરવામાં આવ્યું હતું.
આ હોસ્પિટલની સ્થાપના ૧૯૧૦માં બ્રિટિશ કોલોનિયલ ગવર્નમેન્ટ દ્વારા પાગલોના આશ્રયસ્થાન તરીકે કરાઈ હતી. ૧૯૨૪માં તેને મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે મૂળ આફ્રિકનોને દાખલ કરાતા હતા.

આ હોસ્પિટલની ક્ષમતા ૭૦૦ બેડની છે. પરંતુ, દર્દીઓ વધી જાય તો તેમાં ૮૦૦થી વધુ દર્રીઓને સારવાર અપાય છે. આ કેન્યાની સૌથી મોટી ટીચીંગ અને રેફરલ હોસ્પિટલ છે. તેમાં માનસિક બીમારીના ઈન્ડોર અને આઉટડોર દર્દીઓને સારવાર અપાય છે.
૧ ફેબ્રુઆરીએ BAPS ચેરિટીઝ નાઈરોબીએ ૪૮૦ લેડીઝ ગારમેન્ટ્સ આપ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરાયેલા મોટાભાગના દર્દીઓ ગરીબ વર્ગના છે. તેમની પાસે કપડા સહિત પાયાની સુવિધાઓનો અભાવ છે. હોસ્પિટલ દ્વારા કાર્યરત એક યોજના હેઠળ ત્યજી દેવાયેલા દર્દીઓને શોધીને તેમના ઘરે પાછા મોકલવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન વોલન્ટિયર્સની પ્રશંસા કરતા હેડ ઓફ નર્સિંગ પૌલ મ્વોવેએ જણાવ્યું હતું કે ઘણાં દર્દીઓને ખાસ કરીને ઘરે પાછા ફરતી વખતે કપડાંની જરૂર છે. કપડાના સ્વરૂપે કરાયેલી આ મદદને વંચિત લોકોએ આવકારી હતી.