BAPS : તમામ સભા મોકૂફ, ઓનલાઇન દર્શન કરવા અનુરોધ

BAPS : તમામ સભા મોકૂફ, ઓન લાઇન દર્શન કરવા અનુરોધ

BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો એકત્રિત થાય છે. આથી ભક્તો, ભાવિકો, સ્વયંસેવકો, સંતો તેમજ સૌ કોઈના સ્વાસ્થ્યની જાહેર સુરક્ષાને લક્ષમાં લઈને, પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતો એક જ સ્થાનમાં રહેશે.

લંડનઃ BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો એકત્રિત થાય છે. આથી ભક્તો, ભાવિકો, સ્વયંસેવકો, સંતો તેમજ સૌ કોઈના સ્વાસ્થ્યની જાહેર સુરક્ષાને લક્ષમાં લઈને, પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતો એક જ સ્થાનમાં રહેશે.

તેમના સાન્નિધ્યમાં યોજાનાર તમામ કાર્યક્રમો, તેમનું વિચરણ કે મુલાકાતો વગેરે નવી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી મોકૂફ રખાયા છે. ભારત સહિત ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, યૂરોપ, ફાર ઇસ્ટ, મીડલ ઇસ્ટમાં તમામ સભા વગેરે મોકૂફ રાખીને ઓન-લાઇન દર્શન કરવા જણાવાયું છે.

સંસ્થા સમાચાર - સ્થાનિક કાર્યક્રમો

(અંક ૨૧ માર્ચ ૨૦૨૦)

• મહાકાળી મંડળ, યુકે દ્વારા સત્તાવિશ પાટીદાર સેન્ટર, ધામેચા હોલ ૪૦ એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે ચૈત્ર નવરાત્રીના ગરબા, ૨૫ માર્ચ બુધવારથી બીજી એપ્રિલ ગુરુવાર સાંજે ૭.૩૦થી ૧૧.૩૦ સુધી, આઠમ પહેલી એપ્રિલ, બુધવારે. સંપર્ક. 020 8907 0385/ 020 7274 1039

• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૨૨.૩.૨૦ ના રોજ સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે યોજાનાર ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ મોકૂફ રખાયો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે તા.૧૪.૩.૨૦ શનિવારે યોજાનારી મ્યુઝિકલ ઇવેન્ટ કોરોના વાયરસને કારણે રદ કરાઈ હતી. સંસ્થામાં દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા - દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને સાંજે ૮થી ૯ ડાન્સ યોગ. સંપર્ક. 020 8553 5471

BAPS : તમામ સભા મોકૂફ, ઓન લાઇન દર્શન કરવા અનુરોધ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.