BAPS સંસ્થા દ્વારા ૨૪૦મી સ્વામીનારાયણ જયંતીની ઉજવણી

BAPS સંસ્થા દ્વારા ૨૪૦મી સ્વામીન...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૧મી એપ્રિલને બુધવારે ભગવાન સ્વામીનારાયણના ૨૪૦મા પ્રાગટ્ય દિવસની ઓનલાઈન ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વરિષ્ઠ સંતોએ ભગવાન સ્વામીનારાયણના જીવન અને કાર્યો વિશે પ્રવચનો આપ્યા હતા. પૂ. મહંત સ્વામીએ નેનપૂરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ ઉજવણીમાં ભાગ લીધો હતો. 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૧મી એપ્રિલને બુધવારે ભગવાન સ્વામીનારાયણના ૨૪૦મા પ્રાગટ્ય દિવસની ઓનલાઈન ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વરિષ્ઠ સંતોએ ભગવાન સ્વામીનારાયણના જીવન અને કાર્યો વિશે પ્રવચનો આપ્યા હતા. પૂ. મહંત સ્વામીએ નેનપૂરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ ઉજવણીમાં ભાગ લીધો હતો. તેમણે જન્મોત્સવ આરતી ઉતારી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા. તે સાથે ૧૬મી એપ્રિલથી ચાલી રહેલા શ્રી સ્વામીનારાયણ જયંતી પર્વનું સમાપન થયું હતું. પૂ.મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે અને નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે.. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે. 

BAPS સંસ્થા દ્વારા ૨૪૦મી સ્વામીન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.