BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ પલાણનું નિધન

મૂળ પોરબંદરના વતની અને જીંજા યુગાન્ડાથી અત્રે લંડન આવીને વસેલા BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ વલ્લભદાસ પલાણનું ગત ગુરૂવાર તા. ૨૭-૪-૨૦૧૭ના રોજ ૯૬ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત રતિલાલભાઇ BAPS સંસ્થાના ઇન્ટરફેઇથ ડિપાર્ટમેન્ટના વડા શ્રી નીતિનભાઇ પલાણના પિતાશ્રી હતા.

રતિલાલભાઇએ ૧૯૬૦ના અરસામાં યોગીજી મહારાજના સંપર્કમાં આવતા સત્સંગની શરૂઆત કરી હતી અને જીંજા તેમજ ગોંડલમાં તેમણે ખૂબ જ સેવાઅો આપી હતી. બ્ર.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને પૂ. મહંત સ્વામીના આશિર્વાદ પણ મળ્યા હતા. સદ્ગતની અંતિમવિધી શનિવાર તા. ૬ મે ૨૦૧૭ના રોજ સવારે ૧૧ કલાકે ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ, ૫૬-૫૮ હૂપલેન, લંડન NW11 7HL ખાતે સંપન્ન થશે. તે અગાઉ સવારે ૯ કલાકે સદ્ગતના દેહને સ્વામીનારાયણ સ્કૂલ જીમ હોલ ખાતે અંતિમ દર્શને લવાશે. સંપર્ક: નીતિનભાઇ પલાણ 07715 110 239.

BAPSના અગ્રણી સત્સંગી શ્રી રતિલાલભાઇ પલાણનું નિધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.