BAPSના ભદ્રેશદાસ સ્વામીએ ભારતીય સંત મહા પરિષદમાં ભાગ લીધો

BAPSના ભદ્રેશદાસ સ્વામીએ ભારતીય સંત મહા પરિષદમાં ભાગ લીધો

ભદ્રેશદાસ સ્વામી અને જગદગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલ

સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંકલન મજબૂત બનાવવા ભારત અને વિશ્વભરમાંથી 1000થી વધુ આધ્યાત્મિક ગુરુઓ, સંતો, આચાર્યો અને મહાત્માઓ 16 જૂન, 2025ના રોજ બેંગલુરુમાં યોજાએલી ઐતિહાસિક ભારતીય સંત મહા પરિષદ (BSMP)માં ઉપસ્થિત રહ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ BSMPમાં હાજરી આપી હતી.

  બેંગલુરુઃ સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયો વચ્ચે સંકલન મજબૂત બનાવવા ભારત અને વિશ્વભરમાંથી 1000થી વધુ આધ્યાત્મિક ગુરુઓ, સંતો, આચાર્યો અને મહાત્માઓ 16 જૂન, 2025ના રોજ બેંગલુરુમાં યોજાએલી ઐતિહાસિક ભારતીય સંત મહા પરિષદ (BSMP)માં ઉપસ્થિત રહ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ BSMPમાં હાજરી આપી હતી.

મહા પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં પ્રવચન આપતા ભદ્રેશદાસ સ્વામીએ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી દ્વારા સનાતન ધર્મને અપાયેલા મૂલ્યવાન યોગદાન પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે પ્રમુખ સ્વામી મહારાજે શીખવ્યા અનુસાર ભારતીય સંસ્કૃતિના ત્રણ સ્તંભ મંદિર, શાસ્ત્ર અને સંત પર ભાર મૂક્યો હતો. તેમણે વેદિક સનાતન ધર્મના જતન, પોષણ અને વિકાસ અને દીર્ઘકાલીન સફળતા માટે પૂજ્ય મહંત સ્વામીની પ્રાર્થના વિશે પણ જણાવ્યું હતું.

ભદ્રેશદાસ સ્વામીએ બેંગલુરુના રાજરાજેશ્વરી મંદિરના પૂજ્ય જયેન્દ્રપૂરી મહાસ્વામીજી (પદસેવક પીઠાધિપતિ), જગદગુરુ શંકરાચાર્ય શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલ (કાંચી કામકોટિ પીઠ), જગદગુરુ રામાનંદાચાર્ય, સ્વામી રામભદ્રાચાર્ય, સદ્ગુરુ બોધિનાથ સ્વામીજી, જૈનાચાર્ય શ્રી લોકેશ મુનીજી, આચાર્ય ગોવિંદદેવ ગિરિ મહારાજ (રામ જન્મભૂતિ ટ્રસ્ટ) સહિત સંતો અને સ્વામીજીઓ સાથે મુલાકાત કરી હતી.

BAPSના ભદ્રેશદાસ સ્વામીએ ભારતીય સંત મહા પરિષદમાં ભાગ લીધો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.