GHS દ્વારા બાળકોમાં ભક્તિભાવ પ્રેરવા ભજન ભોજનનું આયોજન
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા બાળકોની ત્રણ વર્ષની વયથી જ ભક્તિભાવની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવા દર મહિને ગર્વપૂર્વક ભજન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિને સમર્પિત ભક્ત દ્વારા સ્પોન્સર કરાતા આ ઈવેન્ટમાં પરિવારો સાથે મળીને પ્રાર્થના, સંગીત અને સામુદાયિક ભાવનાનું સમાવેશી અને ઉષ્માસભર વાતાવરણ ઉભું થાય છે.
પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા બાળકોની ત્રણ વર્ષની વયથી જ ભક્તિભાવની પ્રેરણા પ્રાપ્ત થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવા દર મહિને ગર્વપૂર્વક ભજન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર મહિને સમર્પિત ભક્ત દ્વારા સ્પોન્સર કરાતા આ ઈવેન્ટમાં પરિવારો સાથે મળીને પ્રાર્થના, સંગીત અને સામુદાયિક ભાવનાનું સમાવેશી અને ઉષ્માસભર વાતાવરણ ઉભું થાય છે.
આ પ્રોગ્રામનો આરંભ સવારે 11 વાગ્યે નાના બાળકો દ્વારા ભજનો અને ધૂમ સાથે થાય છે, જેમાં તરલિકાબહેન નાવેકર અને તેમની ટીમનો સપોર્ટ મળે છે. યુવા પ્રતિભાશાળી સંગીતકારો પણ તેમાં સાથ આપે છે, જેમાં બાળકો તબલા વગાડે છે અને વયસ્કો તેમને હાર્મોનિયમ પર સાથ આપે છે. પેઢીઓ વચ્ચેનો આ સહકાર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને મજબૂત કરવાની સાથોસાથ સંગીત કૌશલ્યને વિકસાવે છે. ભજનોનાં સમાપન પછી બાળકો આરતી ઉતારવાં આગળ આવે છે. આરતી પછી, દરેકને પ્રસાદમાં ભાગ લેવા આમંત્રિત કરાય છે. દરેક ભજન ભોજન પ્રોગ્રામમાં સરેરાશ 200થી વધુ લોકો હાજરી આપે છે, જે તેની લોકપ્રિયતા અને કોમ્યુનિટીની મજબૂત ભાવનાની વૃદ્ધિને સૂચવે છે.
વર્ષો દરમિયાન, આ ઈનિશિયેટિવ થકી ઘણા નાના બાળકોને આત્મવિશ્વાસ કેળવવા, અસ્ખલિતપણે ભજનો ગાવાં અને તેના ઊંડા અર્થને સમજવામાં મદદ મળી છે. ભજન ભોજન પ્રોગ્રામ મંદિર, પેરન્ટ્સ અને બાળકોની ભાગીદારીનું ઉજ્જ્વળ ઉદાહરણ છે. જ્યાં તેઓ સાથે મળીને શીખે છે અને અમારી સ્વયંસેવિકાઓની ટીમ દ્વારા તૈયાર કરાયેલાં સ્વાદિષ્ટ અને ગરમાગરમ ભોજનનો આસ્વાદ માણે છે.
