GHS દ્વારા સ્થાનિક ચેરિટીઝ માટે ફંડરેઈઝિંગ

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા 15 જૂને પ્રેસ્ટન મંદિર ખાતે બે સ્થાનિક ચેરિટીઝ માટે ભંડોળ એકત્ર કરવા ભજન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીતમય કાર્યક્રમ થકી સંસ્થા ગેલોવેઝ સોસાયટી ફોર બ્લાઈન્ડ અને ડેરિઅન હાઉસ ચિલ્ડ્રન્સ હોસ્પિસ માટે કુલ 5,400 પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું.

પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા 15 જૂને પ્રેસ્ટન મંદિર ખાતે બે સ્થાનિક ચેરિટીઝ માટે ભંડોળ એકત્ર કરવા ભજન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીતમય કાર્યક્રમ થકી સંસ્થા ગેલોવેઝ સોસાયટી ફોર બ્લાઈન્ડ અને ડેરિઅન હાઉસ ચિલ્ડ્રન્સ હોસ્પિસ માટે કુલ 5,400 પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું.

રવિવાર 21 જુલાઈએ પ્રેસ્ટન મંદિર ખાતે ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંને સ્થાનિક ચેરિટીઝના પ્રતિનિધિઓને આમંત્રિત કરાયા હતા અને દરેક સંસ્થા માટે 2700 પાઉન્ડના ચેક અર્પણ કરાયા હતા. બંને સખાવતી સંસ્થાઓએ દાન આપવા માટે તેમના નામની વિચારણા કરવામાં આવી તે બદલ ગુજરાત હિન્દુ સોસાયટીના ભાવિકોએ કરેલા પ્રયાસોની કદર કરી હતી.

GHSના પ્રેસિડેન્ટ ઈશ્વર ટેઈલરે જણાવ્યું હતું કે સોસાયટી ચેરિટી હોવાં છતાં, સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ચેરિટીઝને સપોર્ટ કરવાનું ચાલુ રાખે છે. તેમણે સંગીતમય કાર્યક્રમના આયોજન અને કુલ 5,400 પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવામાં સહાયક બનેલા સહુ કોઈનો આભાર માન્યો હતો.

વધુ માહિતી માટે ઈશ્વર ટેઈલરને ફોન 07801849402પર સંપર્ક કરી શકાય છે.

GHS દ્વારા સ્થાનિક ચેરિટીઝ માટે ફંડરેઈઝિંગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.