GHS ની India COVID Support અપીલ - £ ૧૨,૦૦૦ એકત્ર કરાયા

ભારતના કોવિડ અસરગ્રસ્તોની મદદ માટે ફંડ એકત્ર કરવા ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા ૨૭ એપ્રિલને હનુમાન જયંતીના પવિત્ર દિવસે અપીલ કરાઈ હતી. સોસાયટીએ લેકેંશાયર ઈવનિંગ પોસ્ટ, બીબીસી નોર્થવેસ્ટ ટીવી અને બીબીસી રેડિયો લેંકેશાયરના માધ્યમથી મદદ માટે સૌને અપીલ કરી હતી.

ભારતના કોવિડ અસરગ્રસ્તોની મદદ માટે ફંડ એકત્ર કરવા ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા ૨૭ એપ્રિલને હનુમાન જયંતીના પવિત્ર દિવસે અપીલ કરાઈ હતી. સોસાયટીએ લેકેંશાયર ઈવનિંગ પોસ્ટ, બીબીસી નોર્થવેસ્ટ ટીવી અને બીબીસી રેડિયો લેંકેશાયરના માધ્યમથી મદદ માટે સૌને અપીલ કરી હતી. અપીલ કરાઈ તેના દસ દિવસમાં જ ૧૨,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા. નાગરિકો અને મંદિરના શ્રદ્ધાળુઓ દ્વારા ડોનેશનનો પ્રવાહ હજુ ચાલુ છે.  
GHS ના પ્રમુખ દશરથભાઈ નાયીએ જણાવ્યું કે ભારતની મહામારીના લીધે લેંકેશાયરના લોકોના દિલ દ્રવી ઉઠ્યા છે. તેઓ સોસાયટીના એકાઉન્ટમાં સીધું જ ડોનેશન આપી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે ઓક્સિજનની અછતમાં રાહત અને અન્ય મેડિકલ સાધનો માટે  જરૂર મુજબ ઉપયોગમાં લેવા માટે પ્રથમ ૧૦,૦૦૦ પાઉન્ડ મોકલવા તેઓ વડા પ્રધાન કાર્યાલયના સંપર્કમાં છે.    
ફંડ રેઝિંગ હજુ ચાલુ છે અને લોકો હજુ VIA BACS દ્વારા ડોનેશન આપી શકે છે.
વધુ વિગત માટે વેબસાઈટ -  www.ghspreston.co.uk
સંપર્ક – ઈશ્વરભાઈ ટેઈલર  0780 1849402  

GHS ની India COVID Support અપીલ - £ ૧૨,૦૦૦ એકત્ર કરાયા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.