GHSમાં ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી

GHSમાં ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 24 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. રવિવાર 26 જાન્યુઆરીએ સાંજના 6.30 કલાકે સેન્ટર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ઊજવણીના પ્રસંગે પ્રેસ્ટનના મેયર કાઉન્સિલર ફિલ ક્રોવ, કાઉન્ટી કાઉન્સિલના ચેરમેન કાઉન્સિલર ટિમ એશ્ટન, કાઉન્સિલર નાવીદા ખાન, એન્ડી પ્રેટ અને મિ. નીલમ કારીઆ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બે કલાકના કાર્યક્રમમાં 104 બાળકોએ ભાગ લીધો હતો. નાના બાળકોએ શ્લોકોના પાઠ કર્યાં હતાં જ્યારે ગુજરાતી શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતી નાટક રજૂ કર્યું હતું. સેન્ટરમાં ક્લાસીસ ભરતા નાના બાળકોએ ક્લાસિકલ અને બોલીવૂડ ડાન્સીસ રજૂ કર્યાં હતાં. સંસ્થાના પ્રમુખ દશરથભાઈએ હાર પહેરાવી મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ગત 10 વર્ષમાં ભારતની પ્રગતિ વિશે ટુંકુ વક્તવ્ય આપ્યું હતું. મેયર અને ચેરમેને મધર ઈન્ડિયા સાથે સંપર્કો જાળવવા અને તેની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની સેન્ટરની કામગીરીને બિરદાવી હતી. 400થી વધુ લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉત્તેજન આપવા બદલ કાર્યક્રમમાં ભાગ લેનારા અને GHS મેનેજમેન્ટના પ્રયાસોને બિરદાવ્યા હતા.

GHSમાં ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.