IIWદ્વારા હિંદી દિવસ નિમિત્તે ‘કાવ્યરસ’ સંમેલન યોજાયું

ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન (IIW) દ્વારા ઓનલાઈન કવિ સંમેલન ‘કાવ્ય રસ’નું આયોજન કરાયું હતું. આ પ્રકારના પ્રથમ સંમેલનનું આયોજન કવયિત્રી દર્શના શાહે કર્યું હતું જેનું IIWના તમામ સોશિયલ પ્લેટફોર્મ્સ પર લાઈવ પ્રસારણ કરાયું હતું. આ સંમેલનમાં અમેરિકા, જર્મની, બહેરિન, ભારત અને યુકેની મહિલા કવિઓએ ભાગ લઈને મરાઠી, હિંદી, ગુજરાતી, સિંધી અને તમિળ ભાષામાં કવિતાઓ રજૂ કરી હતી. 

કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે જય વર્મા, અતિથિ વિશેષ પદે મીની નારંગ, ખાસ મહેમાનો ઈન્દુ બારોટ, મંજુ લોધા તથા ખાસ આમંત્રિતોમાં તેજેન્દર શર્મા, તરુણ કુમાર HCIUK, માધવ તુરુમેલ્લા અને રવિ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ કલાકના સંમેલનમાં પ્રતિભા પાંડે, ધલિયા ઘોષ, વિની કાલિયા, ભાવિ રામ, અદિતી તિવારી, ગરીમા કપૂર, મેધા શર્મા ત્યાગી, ધરતી વસાણી, રૂપાલી રવિ, દીપિકા ગણેશ, સ્વાતિ સક્સેના, મીતા જોશી, પૂર્વા જોશી, પરિન સોમાણી, સંસ્કૃતિ શરણ અને પૂર્વી વિરાણીએ કૃતિઓ રજૂ કરી હતી.
દરમિયાન અન્ય કાર્યક્રમમાં IIW અને હિંદી શિક્ષા પરિષદના સંયુક્ત ઉપક્રમે તથા યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનના સહયોગથી હિંદી દિવસની ઉજવણી કરાઈ હતી. ઝૂમના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન અનિતા નાયરે કર્યું હતું. પૃથ્વીરાજ દલાલ, પુલકિત, સ્વયમ દહિયા કપૂર, મિહીર, સિદ્ધાંત અને પૂનમ ગૂહા સહિત બાળકોએ કવિતા, ભજન, દુહાઓ અને ગીતો દ્વારા હિંદી ભાષાનું કૌશલ્ય રજૂ કર્યું હતું.

IIWદ્વારા હિંદી દિવસ નિમિત્તે ‘કાવ્યરસ’ સંમેલન યોજાયું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.