NBTA દ્વારા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેવા અંગે વેબિનાર યોજાયો

NBTA દ્વારા ઓર્ગન ટ્રાન્સપ્લાન્

વંશીય લઘુમતી ભૂમિકાના ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ તેમજ તેની સેવા પૂરી પાડતા લોકો માટેના પડકારોની ચર્ચા કરવા ૨૧ ફેબ્રુઆરીએ લોર્ડ જિતેશ ગઢિયાના અધ્યક્ષપદે એક વેબિનાર યોજાઈ ગયો. આ વેબિનારનું આયોજન NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) ના સહયોગથી નેશનલ BAME ટ્રાન્સપ્લાન્ટ અલાયન્સ (NBTA) દ્વારા કરાયું હતું.

વંશીય લઘુમતી ભૂમિકાના ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ તેમજ તેની સેવા પૂરી પાડતા લોકો માટેના પડકારોની ચર્ચા કરવા ૨૧ ફેબ્રુઆરીએ લોર્ડ જિતેશ ગઢિયાના અધ્યક્ષપદે એક વેબિનાર યોજાઈ ગયો. આ વેબિનારનું આયોજન NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) ના સહયોગથી નેશનલ BAME ટ્રાન્સપ્લાન્ટ અલાયન્સ (NBTA) દ્વારા કરાયું હતું.

કાર્યક્રમમાં NHSBT ના એસોસિએટ મેડિકલ ડિરેક્ટર ક્રિસ કેલાઘન અને સેન્ટ હેલિયર હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડો. ડેવિડ માકાન્જુઓલાએ ટ્રાન્સપ્લાન્ટેશનમાં હાલની અસમાનતા સહિત ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશના ઉપયોગના પાસાઓની ચર્ચા કરી હતી. તેમાં નેશનલ કિડની ટ્રાન્સપ્લાન્ટ વેઈટિંગ લિસ્ટમાં નોંધણી કરાવવા માટે વંશીય લઘુમતી ભૂમિકાના ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ સમક્ષના પડકારો અને કિડની ટ્રાન્સપ્લાન્ટ મેળવવામાં શ્વેત દર્દીઓની સરખામણીમાં વંશીય લઘુમતી દર્દીઓને લાગતા સરેરાશ વધારે સમયનો સમાવેશ થતો હતો.

વંશીય લઘુમતીના અભિગમથી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન વધારવાની વ્યૂહનીતિ શોધવા પર અને ઓર્ગન ડોનેશન માટે સમર્થન વધારવા અંગે થઈ રહેલી કામગીરીને બીરદાવવા પર વિશેષ ભાર મૂકાયો હતો. ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ છેલ્લાં દસ વર્ષમાં યુકેમાં ઓર્ગન ડોનેશનમાં થયેલા વધારાની સાથે ગતિ જાળવી રાખે તે અને તેની જોગવાઈઓમાં રહેલી અસમાનતાઓ પ્રત્યે ધ્યાન અપાય તે મહત્ત્વનું છે.

NBTAએમ્બેસેડર લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું કે ગયા વર્ષે અમલી બનેલી ઓપ્ટ – આઉટ સિસ્ટમને લીધે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા લોકોમાં નવી આશા જન્મી હતી. નવી ટેક્નોલોજી અને ઈનોવેશનનો ઉપયોગ કરીને આપણે ઓર્ગન યુટીલાઈઝેશનસુધારવાની જરૂર છે. જેથી ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશનમાં દુનિયાભરમાં અગ્રણી રહેવાની યુકેની આશા પૂરી થઈ શકે.

NBTAના ચેર ઓરિન લુઈસ OBE એ જણાવ્યું હતું કે વધુ પ્રમાણમાં BAME દર્દીઓ ડોનેટ કરાયેલા ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટેશન પ્રક્રિયા દ્વારા મેળવી શકે તે માટે પ્રયાસો કરવાની જરૂર છે.

NBTAના પ્રમુખ કિરીટ મોદીએ જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન અને ઓર્ગન યુટીલાઈઝેશનમાં હાલ ચાલી રહેલી અસમાનતા પ્રત્યે ધ્યાન આપવાનો સમય હવે મળ્યો છે.

વેબિનારમાં NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા જોબમાં રખાયેલા વંશીય લઘુમતી ભૂમિકાના સ્ટાફની સંખ્યા વધારવા વિશે પણ ચર્ચા થઈ હતી.

NBTA દ્વારા ઓર્ગન ટ્રાન્સપ્લાન્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.