OM SHAKTI CENTRE દ્વારા સ્નેહમિલનનું આયોજન

OM SHAKTI CENTRE દ્વારા તા.23.3.2022ને બુધવારે સવારે 10 વાગે સ્નેહમિલનનું હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. OM SHAKTI CENTRE છેલ્લાં 12 વર્ષથી મેસફિલ્ડ સ્વીટ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે કાર્યરત છે.
OM SHAKTI CENTRE દ્વારા તા.23.3.2022ને બુધવારે સવારે 10 વાગે સ્નેહમિલનનું હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. OM SHAKTI CENTRE છેલ્લાં 12 વર્ષથી મેસફિલ્ડ સ્વીટ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે કાર્યરત છે. વૃદ્ધાવસ્થામાં જીવનની બધી જ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ગયેલા વડીલ ભાઈ - બહેનોને ઘરમાં એકલા રહી એકલતા મૂંઝવતી હોય છે. ઘડપણ સાથે એકલતા, અકળામણ, માનસિક તણાવ, ડિપ્રેશન, ચિંતા અને રોગોથી ઘેરાયેલા વડીલોને સંસ્થા જીંદગી જીવવાની સાચી તક પૂરી પાડે છે. સંસ્થા દ્વારા ૫૦થી ઉપરની વયના નિવૃત્ત સિનિયર સિટીઝનને માટે યોગા, કસરતો, ધાર્મિક પ્રસંગોની ઊજવણી, વિચારોની આપ - લે, સંગીત સાથે કસરતોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ડે ટ્રીપ, મંદિરોની યાત્રા, નવા મિત્રો સાથે મિલાપ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ગરબા - ડાન્સ સહિત અનેક એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. સવારે હળવો નાસ્તો અને બપોરે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે.
વધુ માહિતી માટે સંપર્કઃ રંજનબહેન માણેક - 07930 335978 – 88660288 વર્ષાબહેન દાળીયા - 07930 524238
