SGVP ગુરુકુલ-અમદાવાદ દ્વારા 11 હજાર જોડી ચપ્પલ વિતરણનો અનોખો સેવાયજ્ઞ
ઉનાળાનો તીવ્ર તાપ સહુ કોઇને દઝાડી રહ્યો છે. જમીન પર પગ મૂકતા જ દાઝી જાય તેવી ગરમી પડી રહી છે ત્યારે SGVP ગુરુકુલ-અમદાવાદ દ્વારા માનવતાના મીઠા સ્પર્શરૂપે દર વર્ષે જરૂરિયાતમંદો માટે ચપ્પલ વિતરણનું પાવન સેવાકાર્ય યોજાય છે.
અમદાવાદઃ ઉનાળાનો તીવ્ર તાપ સહુ કોઇને દઝાડી રહ્યો છે. જમીન પર પગ મૂકતા જ દાઝી જાય તેવી ગરમી પડી રહી છે ત્યારે SGVP ગુરુકુલ-અમદાવાદ દ્વારા માનવતાના મીઠા સ્પર્શરૂપે દર વર્ષે જરૂરિયાતમંદો માટે ચપ્પલ વિતરણનું પાવન સેવાકાર્ય યોજાય છે. સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને પ્રેરણાથી સંસ્થા દ્વારા 4 મે - રવિવારના રોજ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં 11,000થી વધુ ચંપલની જોડી જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવી હતી. આશરે 250 સ્વયંસેવકોની ટીમે અમદાવાદના રસ્તા, ગલીઓ અને ખૂણાઓ સુધી ફરી વળી હતી અને પગરખાં વગરના દરિદ્રનારાયણના પગમાં ભાવપૂર્વક ચંપલ પહેરાવ્યા હતા.આ સેવા પ્રવૃત્તિ માત્ર પગરખાંનું વિતરણ નથી, તે માનવતા અને કરુણાની જીવંત અભિવ્યક્તિ છે. છેલ્લા 15 વર્ષથી SGVP ગુરુકુલ દ્વારા અવિરતપણે ચાલતી આ પરંપરા સમાજમાં સેવાનું જીવંત પ્રતીક બની છે. આગામી દિવસોમાં આ જ રીતે ભવ્ય આમ્રોત્સવ ઉજવાશે. દસ હજાર ઉપરાંત કેસર કેરી ભગવાનને ધરાવી પ્રસાદ સ્વરૂપે દરિદ્રનારાયણ સુધી પહોંચશે.
