SKLPC (UK) દ્વારા 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) SKLPC (UK) દ્વારા રવિવાર 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઊજવણીનો થીમ આપણા સાંસ્કૃતિક મૂળિયા તરફ પરત ફરવાનું છે. શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી મૂળતઃ ગુજરાતના કચ્છ જિલ્લાના 24 ગામમાંથી ઉદ્ભવી છે. આ વાર્ષિક કાર્યક્રમ કોમ્યુનિટીના સભ્યોને અરસપરસ મળવાની અને સાંસ્કૃતિક સમૃદ્ધિને ઊજવવાની સાથોસાથ એકતા અને સંવાદિતાને આગળ વધારવાની અનેરી તક પૂરી પાડે છે.

લંડનઃ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) SKLPC (UK) દ્વારા રવિવાર 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની ઊજવણીનો થીમ આપણા સાંસ્કૃતિક મૂળિયા તરફ પરત ફરવાનું છે. શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી મૂળતઃ ગુજરાતના કચ્છ જિલ્લાના 24 ગામમાંથી ઉદ્ભવી છે. આ વાર્ષિક કાર્યક્રમ કોમ્યુનિટીના સભ્યોને અરસપરસ મળવાની અને સાંસ્કૃતિક સમૃદ્ધિને ઊજવવાની સાથોસાથ એકતા અને સંવાદિતાને આગળ વધારવાની અનેરી તક પૂરી પાડે છે.

ચોવીસ ગામ ઊજમણી કાર્યક્રમ સવારના 10.30 વાગ્યાથી બપોરના 3.00 વાગ્યા સુધી ચાલશે. સભ્યો પોતાની હાજરીનું કન્ફર્મેશન આપે તે પછી ઈવેન્ટના સમયપત્રક, સ્થળ અને અન્ય મહત્ત્વની માહિતી પૂરી પાડવામાં આવશે. ઈવેન્ટ માટે આવશ્યક વ્યવસ્થા કરવામાં સુગમતા રહે તે માટે સભ્યોએ 30 ઓગસ્ટ 2024 સુધીમાં પોતાની ઉપસ્થિતિ સંદર્ભે જાણ કરવાની રહેશે. સમુદાયના સભ્યો આ માટે [email protected] પર સેક્રેટરિયલ ટીમનો સંપર્ક સાધી શકશે.

SKLPC (UK) દ્વારા 24 સપ્ટેમ્બરે ચોવીસ ગામ ઊજમણીનું આયોજન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.