SKS સ્વામિનારાયણ મંદિર દ્વારા એકતા, સેવા અને આધ્યાત્મિકતાની ઊજવણી

શ્રી કચ્છ સત્સંગ (SKS) સ્વામિનારાયણ મંદિર માટે નૂતન વર્ષની ઊજવણી વિશિષ્ટ બની રહી છે. મંદિરની દીર્ઘકાલીન સમર્પિતતાને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ હતી અને 15 ઓક્ટોબરે પાર્લામેન્ટમાં આયોજિત કાર્યક્રમમાં ચેરિટી ઓફ ધ યર 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ચેરિટી માટેના સ્થાનિક સાંસદ સર સ્ટિફન ટિમ્સ દ્વારા મંદિરના પ્રતિનિધિઓને એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવ્યા હતા. 

 લંડનઃ શ્રી કચ્છ સત્સંગ (SKS) સ્વામિનારાયણ મંદિર માટે નૂતન વર્ષની ઊજવણી વિશિષ્ટ બની રહી છે. મંદિરની દીર્ઘકાલીન સમર્પિતતાને રાષ્ટ્રીય સ્તરે બિરદાવાઈ હતી અને 15 ઓક્ટોબરે પાર્લામેન્ટમાં આયોજિત કાર્યક્રમમાં ચેરિટી ઓફ ધ યર 2025 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ચેરિટી માટેના સ્થાનિક સાંસદ સર સ્ટિફન ટિમ્સ દ્વારા મંદિરના પ્રતિનિધિઓને એવોર્ડ્ઝ એનાયત કરવામાં આવ્યા હતા. 

આસ્થા, કરુણા અને કોમ્યુનિટી ભાવનાના પ્રતીક સ્વરૂપ શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર દ્વારા એકતા, સેવા અને આધ્યાત્મિકતાની ઊજવણી કરાઈ હતી. ફોરેસ્ટ ગેટ લંડનમાં આવેલું આ મંદિર 40 કરતાં વધુ વર્ષથી કોમ્યુનિટીની સેવા કરે છે અને માત્ર પૂજાના પવિત્ર સ્થળ તરીકે જ નહિ, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસના મજબૂત આધાર તરીકે કાર્યરત છે.

કમિટીના સભ્ય કિશોરભાઈ ડી. વરસાણીએ પાર્લામેન્ટમાં લાગણીસભર સંબોધનમાં મંદિર અને પ્રેસિડેન્ટ (શામજીભાઈ વેકરીઆ) સહિત અન્યોએ કેવી રીતે 50 વર્ષના ગાળામાં કોમ્યુનિટીને સપોર્ટ કર્યો તેના વિશે જણાવ્યું હતું. કાઉન્સિલર મિરાજ પટેલ અને સાંસદ ઉમા કુમારન પણ ચેરિટીને વધાવવા પાર્લામેન્ટમાં ઉપસ્થિત હતાં. લંડન પોલિટિકલ સમિટ એન્ડ એવોર્ડ્સ 2025 દ્વારા શામજીભાઈને ‘ફિલાન્થ્રોપિસ્ટ ઓફ ધ યર 2025’ એવોર્ડ એનાયત કરાયો હતો. આમ, મંદિરને બે એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા હતા.

SKS સ્વામિનારાયણ મંદિર દ્વારા એકતા, સેવા અને આધ્યાત્મિકતાની ઊજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.