VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટરની સુવિધામાં વધારો

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ખાતે શ્રદ્ધાળુઓ, સભ્યો અને વોલન્ટિયર્સની મદદતી મહત્ત્વના સુધારા કરાયા છે.. શિવાજી હોલઃ શિવાજી હોલના બે રૂમના રૂફમાં લીકેજ હતું અને તેને લીધે રૂમોમાં ખૂબ ભેજ આવતો હતો. રૂમોને રિપેર કરાયા છે અને કલર કરીને તેમાં નવી કારપેટ્સ મૂકીને રૂમોને  ભેજપ્રૂફ બનાવાયા છે.  
ઈન્ટરનેટ અને વાઈફાઈઃ હવે મંદિર હોલ અને શિવાજી હોલમાં ઈન્ટરનેટ અને વાઈફાઈ સર્વિસ ઉપલબ્ધ કરાઈ છે. નવા વર્ષે તે કોમ્યુનિટી બિલ્ડીંગમાં પણ શરૂ કરાશે.

સેન્ટરની બહારની બાજુનું રિપેરિંગ ડિસેમ્બર ૨૦૨૧ના અંત સુધીમાં પૂરું થઈ જશે.
શિવાજી હોલમાં ડિસેમ્બરના અંતથી ૩૦થી વધુ કાર માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ થશે.તે સાથે ૬ EVC – Electric Vehicle Charging પોર્ટ્સની સુવિધા પણ મળશે અને VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર રેડબ્રીજમાં EVC સાથે કાર પાર્કની માલિકી ધરાવતી પ્રથમ કોમ્યુનિટી બનશે.
દરમિયાન, સેન્ટર ખાતે લેડીઝ સત્સંગ પણ ફરી શરૂ થયો છે. જેનો સમય બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ હોય છે. મહિલાઓને ખૂબ ગમતી આ પ્રવૃત્તિના મુખ્ય આયોજકો શ્રીમતી ઓહરી, શ્રીમતી નીલમ શર્મા અને શ્રીમતી વીણા શર્મા છે.  
વધુમાં, દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ પણ ફરી યોજાઈ રહી છે.
મંદિરનો સમય –  દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. સંપર્ક. 020 8553 5471

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટરની સુવિધામાં વધારો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.