અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું વિચરણ

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. તેમણે આફ્રિકા માટે સત્સંગ દીક્ષા સાપ્તાહિક અભિવાદન સભાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ સભામાં સત્સંગ દીક્ષા મુખપાઠના વિજતાઓનું ટ્રોફી એનાયત કરીને સન્માન કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ સૌ વિજેતાઓને, સંતોને તથા હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે આફ્રિકાના સંતો સાથે ચર્ચા પણ કરી હતી.

તમણે છોટા ઉદેપૂર, બહાદરપૂર, લીંગસ્થલી BAPSમંદિરોમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. ત ઉપરાંત, કુંડળ (બોડેલી) ખાતે નિર્માણ પામનારા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર માટે ઈષ્ટશિલા પૂજન પણ કર્યું હતું.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.