અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું વિચરણ

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. ૨૬ જાન્યુઆરીને બુધવારની પૂજામાં પૂ. મહંત સ્વામીએ ભારતના ૭૩મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરી હતી.

પૂ. મહંત સ્વામી નિયમિતપણે સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે નિયમિતપણે સત્સંગ ઉપરાંત દેશવિદેશમાં યોજાતા સત્સંગના કાર્યક્રમોમાં હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.