અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું વિચરણ

અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. તેમની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. દરરોજ તેઓ સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે.

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. તેમની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. દરરોજ તેઓ સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે.
પૂ. મહંત સ્વામીએ અંબેરાવપૂરાના મંદિરમાં સ્થાપિત કરવાની મૂર્તિઓની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. તેમણે ડાકોરમાં નિર્માણ પામનારા નૂતન BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર માટે ઈષ્ટશિલા પૂજન પણ કર્યું હતું. હરિભક્તોએ લખેલા પત્રોના પૂ. મહંત સ્વામી દરરોજ જાતે જવાબ લખે છે.
પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે નિયમિતપણે સત્સંગ કરે છે. વધુમાં, તેઓ દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.

અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.