અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુ.કે.ના ડોકટરોનું વાર્ષિક સંમેલન યોજાયું

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજNHL -વી.એસ હોસ્પિટલમાં વિવિધ ક્ષેત્રે તબીબી ડિગ્રી મેળવી બ્રિટન આવીને વર્ષોથી સ્થાયી થયેલા ડોકટરોનું દર વર્ષે સમરમાં યુ.કે.ના જુદા જુદા શહેરો, નગરોમાં સ્નેહસંમેલન યોજાય છે. 

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજNHL -વી.એસ હોસ્પિટલમાં વિવિધ ક્ષેત્રે તબીબી ડિગ્રી મેળવી બ્રિટન આવીને વર્ષોથી સ્થાયી થયેલા ડોકટરોનું દર વર્ષે સમરમાં યુ.કે.ના જુદા જુદા શહેરો, નગરોમાં સ્નેહસંમેલન યોજાય છે. આ વર્ષે ૨૬ જૂનથી ૨૮ જૂન દરમિયાન બ્રિટનના પાટનગર લંડનના હેરો ખાતે બ્લુ રૂમના વિશાળ હોલમાં યોજાયું હતું જેમાં બ્રિટનભરના શહેરો, નગરોમાંથી ૧૦૦થી વધુ જી.પી.ડોકટરો, વિવિધ ક્ષેત્રના સ્પેશીયાલીસ્ટ સર્જનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુ.કે.ના પ્રેસિડેન્ટ ડો. ભાવનાબેન પંડ્યાએ સૌનું સ્વાગત કરી લંડન-હેરોમાં ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરનાર કન્વેનર ડો. દિલીપભાઇ અમીન તથા પૂનિત જોષીનો આભાર વ્યક્ત કર્યો હતો.
સંમેલનમાં દૂર દૂરથી આવનારા ડોકટરો માટે હોટેલમાં રહેવાની વ્યવસ્થા તેમજ બ્લુ રૂમમાં સૌ માટે બપોરના લંચ, સાંજના ડીનર તેમજ લાઇવ મ્યુઝીક તમામની સુંદર વ્યવસ્થા કરી હતી.
અત્રે એ નોંધનીય છે કે અમદાવાદ મેડિકલ એસોસિએશન યુ.કે.ની સ્થાપના ૧૯૮૩માં લેસ્ટરના વિખ્યાત કન્સલ્ટંટ મિસ્ટર ગૌતમભાઇ બોડીવાલાના નેતૃત્વ હેઠળ પ્રેસ્ટન સ્થિત ડો. હરિકૃષ્ણ પટેલ, બ્લેકપૂલ સ્થિત ડો. રમેશભાઇ ગાંધી અને વેલ્સ સ્થિત ડો. રમણિકભાઇ શાહના સહયોગ સાથે કરવામાં આવી હતી. શરૂઆતમાં શ્રી ગૌતમભાઇ બોડીવાલાએ લેસ્ટરમાં જ સતત ત્રણ વર્ષ સંમેલન યોજ્યા પછી હવે દર વર્ષે ડોકટર સભ્યોના સહયોગથી જુદા જુદા શહરોમાં યોજાય છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશન-યુ.કે.ના ડોકટરોનું વાર્ષિક સંમેલન યોજાયું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.