અમેરિકાની ધરતી પર રૂ. 180 કરોડના ખર્ચે વડતાલ સ્વામિ. સંસ્થાના 3 મંદિરનું નિર્માણ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ સ્થાન વડતાલ દ્વારા અમેરિકામાં એક વર્ષમાં ત્રણ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ છે. સંતોની વર્ષોની તપશ્ચર્યા મંદિર રૂપે મૂર્તિમંત થઈ છે. જેમાં ખાસ કરીને ઓહિયોના ક્લીવલેન્ડનું 100 વર્ષ જૂનું ચર્ચ અને રાલે તથા ફ્રીમોન્ટ કેલિફોર્નિયામાં ભૂમિ સંપાદન કરી 15થી વધુ સરકારી મંજૂરીઓ બાદ રૂ. 180 કરોડના ખર્ચે આ મંદિરો તૈયાર થયેલ છે. સનાતન હિન્દુ પરંપરાને જાળવતાં લક્ષ્મીનારાયણ દેવ, ભગવાન સ્વામીનારાયણ, શ્રી રાધાકૃષ્ણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી વગેરે સ્વરૂપોની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.

રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ સ્થાન વડતાલ દ્વારા અમેરિકામાં એક વર્ષમાં ત્રણ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ છે. સંતોની વર્ષોની તપશ્ચર્યા મંદિર રૂપે મૂર્તિમંત થઈ છે. જેમાં ખાસ કરીને ઓહિયોના ક્લીવલેન્ડનું 100 વર્ષ જૂનું ચર્ચ અને રાલે તથા ફ્રીમોન્ટ કેલિફોર્નિયામાં ભૂમિ સંપાદન કરી 15થી વધુ સરકારી મંજૂરીઓ બાદ રૂ. 180 કરોડના ખર્ચે આ મંદિરો તૈયાર થયેલ છે. સનાતન હિન્દુ પરંપરાને જાળવતાં લક્ષ્મીનારાયણ દેવ, ભગવાન સ્વામીનારાયણ, શ્રી રાધાકૃષ્ણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી વગેરે સ્વરૂપોની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.
આ પ્રતિષ્ઠા મહોત્વસ આચાર્ય 1008 રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ સંસ્થાનના ચેરમેન ડો. સંતવલ્લભસ્વામી, ગઢપુરના ચેરમેન હરિજીવન સ્વામી, જૂનાગઢ ટ્રસ્ટી સરજુદાસાનંદજી, સરધારના નિત્યસ્વરૂપદાસજી સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી (સાળંગપુર)વાળા, હરિચરણદાસજી સ્વામી ધોલેરા, માધવપ્રકાશ સ્વામી, નાસિક વગેરેની ઉપસ્થિતિ હતી.
દેવોના સિંહાસન ભારતમાં તૈયાર કરાયા
ઓહિયો સ્ટેટમાં ક્લીવલેન્ડના નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરધાર દ્વારા નોર્થ કેરોલિનાના રાલે શહેરમાં ભક્તિ પ્રકાશદાસજી સ્વામી - ભૂલેશ્વર, કેલિફોર્નિયામાં, સાનહોજે ફ્રીમોન્ટમાં દેવપ્રકાશદાસજી સ્વામી દ્વારા હરિભક્તોના આર્થિક સહકારથી નિર્માણ કરાયું છે. ત્રણેય મંદિરોના દેવોના સિંહાસનો ભારતમાં તૈયાર કરી વડતાલ સંસ્થા દ્વારા મોકલાયેલ છે.

અમેરિકાની ધરતી પર રૂ. 180 કરોડના ખર્ચે વડતાલ સ્વામિ. સંસ્થાના 3 મંદિરનું નિર્માણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.