અવન્તિ હાઉસ સ્કૂલનો ‘આઉટસ્ટેન્ડિંગ’ ઈન્સ્પેક્શન રિપોર્ટ

મિડલસેક્સના સ્ટાનમોરમાં વેમ્બરા રોડસ્થિત અવન્તિ હાઉસ સ્કૂલમાં 10 અને 11 જૂન 2025ના દિવસોએ ઈન્સ્પેક્શન યોજાયું હતું. ઈન્સ્પેક્શનના અદ્ભૂત રિપોર્ટમાં શિક્ષણની ગુણવત્તા (આઉટસ્ટેન્ડિંગ), વર્તણૂંક અને અભિગમો (આઉટસ્ટેન્ડિંગ), વ્યક્તિગત વિકાસ (આઉટસ્ટેન્ડિંગ), નેતૃત્વ અને સંચાલન (આઉટસ્ટેન્ડિંગ), સિકસ્થ ફોર્મનું પ્રોવિઝન (આઉટસ્ટેન્ડિંગ)નો સમાવેશ થયો હતો. અગાઉના ઈન્સ્પેક્શનમાં શાળાનો ગ્રેડ ‘Good’ રહ્યો હતો.

અવન્તિ સ્કૂલ્સ ટ્રસ્ટના હિસ્સારૂપ આ શાળાના પ્રિન્સિપાલ સિમોન આર્નેલ છે. આ ટ્રસ્ટમાં અન્ય લોકો પણ શાળાના સંચાલનની જવાબદારી સંભાળે છે. આ શાળાનો વહીવટ ચીફ એક્ઝિક્યુટિવ (CEO)નીતિશ ગોર હસ્તક છે તેમજ માઈક યંગરના વડપણ હેઠળનું ટ્રસ્ટીઓનું બોર્ડ દેખરેખ રાખે છે.ઉલ્લેખનીય છે કે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી.બી.પટેલ શ્રીલા પ્રભુપાદ સ્વામી અને ઈસ્કોન સાથે ગાઢ સંબંધોના પરિણામે આરંભથી જ આ સ્કૂલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રહ્યા છે.

અવન્તિ હાઉસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ ‘આધ્યાત્મિક કરૂણામય ચેન્જમેકર્સ’ બની રહે તેની પ્રેરણા પુરી પાડવામાં કોમ્યુનિટી સાથે મળીને કામ કરે છે. ઉચ્ચતમ અપેક્ષાઓ અને પારસ્પરિક આદરની નીતિ દ્વારા આ વિઝન પરિપૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિસ્ત સાથે વર્તે છે અને અભ્યાસમાં જરા પણ અવરોધ સર્જાતો નથી. વિદ્યાર્થીઓમાં શીખવાની લગન રહે છે અને પડકારો સામે તેઓ અડીખમ રહે છે. પોતાના અભ્યાસ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા સાતત્યપૂર્ણ છે. વિવિધ વિષયોમાં કામગીરી તેમજ શાળામાં તેમની મુદતના અંતે નેશનલ એસેસમેન્ટમાં વિદ્યાર્થીઓનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો હતો.

શાળાના સમગ્ર અભ્યાસક્રમમાં આદર, સ્વશિસ્ત, હિંમત, પ્રામાણિકતા, સહાનુભૂતિ, અને કૃતજ્ઞતાના મૂલ્યો વણી લેવાય છે. વિદ્યાર્થીઓના ધાર્મિક મૂલ્યોને સપોર્ટ મળવા સાથે આત્મચિંતનને પ્રોત્સાહન સાંપડે છે. શાળામાં ફિલ્મમેકિંગ, ક્રિકેટ અને ચેસ સહિત વ્યાપક ઈતર પ્રવૃત્તિઓ પર ભાર મૂકાય છે. છઠ્ઠા ધોરણ સહિતના વિદ્યાર્થીઓ કેપ્ટન્સ, પ્રીફેક્ટ્સ અને મેન્ટર્સ જેવી નેતૃત્ત્વની ભૂમિકાઓમાં ગૌરવ અનુભવે છે.

શાળામાં વિદ્યાર્થીઓની સલામતી પર પૂરતું અપાય છે અને જો તેમને જરૂર લાગે ત્યારે ચિંતા દર્શાવી શકે છે. શાળામાં વાંચન પર વિશેષ ભાર મૂકાય છે. ધોરણ 7થી વિદ્યાર્થીઓના ટાઈમટેબલમાં સંસ્કૃત, ફીલોસોફી, ધર્મ, યોગ અને એથિક્સના વિષયોનો સમાવેશ કરવામાં આવે છે. આધુનિક અને પ્રાચીન ભાષાઓ, હ્યુમનિટીઝ અને ડાન્સની સમજ પર ભાર અપાય છે. વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો અને/અથવા અક્ષમતાઓ (SEND) ધરાવતા વિદ્યાર્થીઓને શાળામાં ખાસ સપોર્ટ અપાય છે.

અવન્તિ હાઉસ સ્કૂલનો ‘આઉટસ્ટેન્ડિંગ’ ઈન્સ્પેક્શન રિપોર્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.