આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકેના સંગાથે અવિસ્મરણીય ટર્કી પ્રવાસ

આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકેના સ

મિત્રો-સ્વજનો સાથે નાના-મોટા પ્રવાસ તો અનેક કર્યા છે, પણ તાજેતરનો ટર્કી પ્રવાસ ખરા અર્થમાં યાદગાર બની રહ્યો... અને આ માટે આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકે (AOB-UK) કમિટીના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.

મિત્રો-સ્વજનો સાથે નાના-મોટા પ્રવાસ તો અનેક કર્યા છે, પણ તાજેતરનો ટર્કી પ્રવાસ ખરા અર્થમાં યાદગાર બની રહ્યો... અને આ માટે આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકે (AOB-UK) કમિટીના સભ્યોનો ખૂબ ખૂબ આભાર.
AOB-UKસંગઠના અને તેના કમિટી સભ્યોના સ્નેહ અને ઉષ્મા સભર સાથસહકારના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. લંડનના બધા જ એરપોર્ટ બોર્ડીંગથી લઇને ટર્કી હોટેલ પહોંચ્યા ત્યાં સુધીની દરેકે દરેક સુવિધાની સુંદર વ્યવસ્થા કરવા માટે ભાઈશ્રી અજયભાઈ - એ.જે. ટ્રાવેલ્સનો આભાર. બિગ થેન્કયુ.
અમારા આ ટર્કી પ્રવાસ દરમિયાન 40 વર્ષથી 90 વર્ષના વડીલો ભાઈઓ-બહેનો બધાએ જ અઢળક આનંદ માણ્યો. 15મી મેના રોજ કોચ અને નાની ક્રુઝ મારફતે અમે ગ્રીસમાં આવેલા કોસ આઇલેન્ડ પર પહોંચ્યા ગયા ત્યારે મારી પાસે ટર્કીના સિંગલ એન્ટ્રી વિસા હતા તેની મને જાણ ન હતી. આથી મારે ગ્રીસથી પાછા ટર્કી આવવા માટે વિસા લેવાના હતા, પણ નેટવર્ક પ્રોબ્લેમના લીધે તે શક્ય બનતું નહોતું. શું કરવું તે સમજાતું નહોતું.
આ પ્રોબ્લેમની જાણ થતાં જ ભાઈશ્રી અનંતભાઈ મદદે દોડી આવ્યા હતા અને તેમની ભલામણથી ટર્કીના ઈમિગ્રેશન ઓફિસરે મારા રિ-એન્ટ્રી વિસા ઓનલાઈન કરાવી દીધા હતા. આ પછી છેક સુધી અનંતભાઈ અમારી સાથે જ રહ્યા હતા, અને કોઇને કંઇ મુશ્કેલી ના પડે તેની ખાસ કાળજી લીધી હતી. આ સાથ-સહકાર બદલ તેમનો ખૂબ આભાર...
આ ઉપરાંત સમગ્ર પ્રવાસને સૂરિલા સંગીત વડે યાદગાર બનાવી દેનાર વીરસદના અમીનભાઈ, જય અને તેમના પત્ની જૈમીની તેમજ ભાઈશ્રી સૌરભ વ્યાસને તો અમે બધા કેમ ભૂલી શકીએ?! તેઓ પ્રવાસને સંગીતસભર બનાવવા માટે ખૂબ જ સરસ મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ લંડનથી લાવ્યા હતા. બધાને સંગીતના તાલે ઝૂમતાં કરી દે તેવા ઉમદા ગીતસંગીતની પસંદગી અને ડી.જે. જેવી જ મોજમસ્તી કરાવવા બદલ તેમનો પણ આભાર માનવો જ રહ્યો.
મેં અને મારા પતિ સુભાષે જ નહીં, આ પ્રવાસમાં જોડાયેલા સહુકોઇએ એકમેકની સંગતમાં આ હોલિડેનો ભરપૂર આનંદ માણ્યો. આમ, આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકે દ્વારા યોજાયેલો ટર્કી પ્રવાસ એક નહીં, અનેક કારણસર બધા માટે યાદગાર બની રહ્યો હતો.
જય ભારત.

આણંદ ઓવરસીઝ બ્રધરહૂડ-યુકેના સ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.