આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ દ્વારા યુકેમાં NRI માટે યોજાયા ટેક્સેશન-ઇન્વેસ્ટમેન્ટ પ્રેઝન્ટેશન

આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ

આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટના વિષય પર યુકેમાં વિવિધ સ્થળોએ યોજાયેલા પ્રેઝન્ટેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. લંડનમાં ક્રાઉન પ્લાઝા-ઇલિંગમાં, લેસ્ટરમાં હોલીડે ઈન લેસ્ટરમાં, બર્મિંગહામમાં ક્રાઉન પ્લાઝા ખાતે અને હેરોમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે એનસીજીઓ-યુકે (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યા હતા.

લંડનઃ આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ પ્રા.લી. દ્વારા ટેક્સેશન અને ઇન્વેસ્ટમેન્ટના વિષય પર યુકેમાં વિવિધ સ્થળોએ યોજાયેલા પ્રેઝન્ટેશનને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. લંડનમાં ક્રાઉન પ્લાઝા-ઇલિંગમાં, લેસ્ટરમાં હોલીડે ઈન લેસ્ટરમાં, બર્મિંગહામમાં ક્રાઉન પ્લાઝા ખાતે અને હેરોમાં સંગત એડવાઇસ સેન્ટર ખાતે એનસીજીઓ-યુકે (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યા હતા.
આ પ્રેઝન્ટેશનમાં યુકેમાં વસતાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ (એનઆરઆઇ) તથા રસ ધરાવતા અન્યોને ભારતમાં રોકાણ તથા ટેક્સ સંબંધિત વિવિધ નીતિઓ અને નવા પરિવર્તન વિશે જાણકારી અપાઇ હતી. આ પ્રેઝન્ટેશનને ટેક્સ એન્ડ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ દક્ષેશભાઈ કોઠારી અને સીએ રાજીત કોઠારી જેવા અગ્રણી નિષ્ણાતોએ સંબોધીને પોતાના બહોળા અનુભવ અને જ્ઞાનનો લોકોને લાભ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પ્રેઝન્ટેશન પૂરું થયા બાદ નિષ્ણાતોએ વિગતવાર પ્રશ્નોત્તરી કરી હતી. આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ દ્વારા ભારતની બહાર પહેલી વખત નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, અને તેને ખૂબ જ વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો.
યુકેમાં રહેતા ગુજરાતી સમાજ અને અન્ય ભારતીય સમુદાયના સભ્યોએ તમામ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં હાજર રહીને આ પ્રેઝન્ટેશનને સફળ બનાવ્યા હતા. બ્રિટનવાસી ભારતીય સમુદાયે આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝને આ પ્રકારના જ્ઞાનવર્ધક કાર્યક્રમના આયોજન બદલ બિરદાવીને ભવિષ્યમાં પણ આ પ્રકારના પ્રેઝન્ટેશન યોજતા રહેવા અનુરોધ કર્યો હતો.

આશુતોષ ફાઇનાન્સિયલ સર્વિસીઝ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.