આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની નેહરુ સેન્ટર ખાતે ઊજવણી

આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની નેહરુ સેન્ટર ખાતે ઊજવણી

નેહરુ સેન્ટર, લંડન ખાતે આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની ઊજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રીય અને લોકનૃત્યોના મંત્રમુગ્ધ કરી દેનારા પ્રદર્શન થકી ઓડિયન્સ આસામની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓમાં ખોવાઈ ગયું હતું. સંગીત નાટક અકાદમી ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારના વિજેતા અને લૂઈટપોરીઆ નાસોની ટાઈટલ ધરાવતાં મેઘરંજની મેઢી આ પરફોર્મન્સના કેન્દ્રમાં રહ્યાં હતા, જેમની માસ્ટરી, ભવ્યતા અને કથાકથનની અભિવ્યક્તિએ ઓડિયન્સને બાંધી રાખ્યું હતું. ભારતીય અને બ્રિટિશ ડાયસ્પોરાએ કાર્યક્રમની રંગત માણી હતી.

લંડનઃ નેહરુ સેન્ટર, લંડન ખાતે આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની ઊજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રીય અને લોકનૃત્યોના મંત્રમુગ્ધ કરી દેનારા પ્રદર્શન થકી ઓડિયન્સ આસામની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓમાં ખોવાઈ ગયું હતું. સંગીત નાટક અકાદમી ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કારના વિજેતા અને લૂઈટપોરીઆ નાસોની ટાઈટલ ધરાવતાં મેઘરંજની મેઢી આ પરફોર્મન્સના કેન્દ્રમાં રહ્યાં હતા, જેમની માસ્ટરી, ભવ્યતા અને કથાકથનની અભિવ્યક્તિએ ઓડિયન્સને બાંધી રાખ્યું હતું. ભારતીય અને બ્રિટિશ ડાયસ્પોરાએ કાર્યક્રમની રંગત માણી હતી.

આ સંધ્યાએ પ્રતિષ્ઠિત કથક નિષ્ણાત ગુરુ મારામી મેઢી અને પ્રસિદ્ધ ગાયક જોયપ્રકાશ મેઢીના કલાવારસ મેઘરંજની મેઢીને હાઈલાઈટ કર્યાં હતાં. ભારત, યુએસએ, ઈજિપ્ત અને ઈઝરાયેલ સહિત અનેક દેશોમાં પરફોર્મન્સ સાથે તેમની સુદર્શનીય કારકિર્દી સાથે તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્યના વૈશ્વિક એમ્બેસેડર તરીકે સેવા આગળ વધારી રહ્યાં છે. ઓડિયન્સને નેહરુ સેન્ટર,યુકેમાં સૌપ્રથમ વખત ભારતીય નૃત્યોના બે પ્રકાર કથક અને સત્તરિયાનો સુભગ સંગમ નિહાળવા મળ્યો હતો. મેઘરંજનીનાં કથક નૃત્યની સાથોસાથ લૂઈટપોરીઆ નાસોની ગ્રૂપ દ્વારા સત્તરિયાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊંડાઈ પ્રદર્શિત કરાઈ હતી.

બહાના સાઈકીઆ, નિનિશા બર્મન, જ્યોતિષ્મિતા પતંગીઆ, જ્યોતિસ્મિતા ખટનીઆર, અજન્તા દત્તા, દેવાંશી દત્તા, પલ્લવી મહન્તા, પ્લબિતા મહન્તા, જૂનમોની દત્તા, જોનાલી બોરાહ, પોરિનીતા સાઈકીઆ, શ્રેયોશી દેબરોય, દર્શના ગાંગુલી, દેબાંજલિ, બિજયન્તિ, અનિન્દિતા બુરાગોહૈન, અંજિબ રાજખોવા, દીત્યાગતા હઝારિકા, ઈન્દ્રાણી ઘોષ, જાહનોબી બરુઆહ અને નૂર સહિત પ્રતિભાવંત ડાન્સર્સના સમૂહે પરફોર્મન્સમાં જોશ અને રંગો ઉમેર્યાં હતાં.

આ કાર્યક્રમનું વિઝન નોર્થ ઈન્ડિયાની કળાના પ્રખર હિમાયતી, લૂઈટપોરીઆ નાસોની ગ્રૂપના સ્થાપક તેમજ NEICCUK અને યુનાઈટેડ આસામ એસોસિયેશન ઓફ યુકેના સન્માનિત સાંસ્કૃતિક અગ્રેસર ચિનુ કિશોરનું હતું. કલ્ચરલ એટેચી અજય ઠાકુર, અનુરાધા પાન્ડે, નૌરામ જે સિંહ ડાયરેક્ટર, નેહરુ સેન્ટર), પૂર્ણિમા રાવલ, અશોક ચૌહાણ, કુલદીપ ચૌધરી, મધુરેશ મિશ્રા અને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન (IIW) સહિત અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમને સપોર્ટ કરાયો હતો. યુકેમાં નેહરુ સેન્ટર મારફત ભારતીય કળાઓ અને સંસ્કૃતિને સતત સપોર્ટ કરવા બદલ ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર ઓફ કલ્ચરલ કો-ઓર્ડિનેશન દીપક ચૌધરીનો વિશેષ આભાર વ્યક્ત કરાયો હતો.

આસામના સમૃદ્ધ નૃત્ય વારસાની નેહરુ સેન્ટર ખાતે ઊજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.