એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું

એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું

આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી હતી અને 70,300 પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. આ ફંડનો પ્રત્યક્ષ ઉપયોગ હેરો અને બ્રેન્ટમાં લોકોને જીવનના અંત સુધીની સ્પેશિયાલિસ્ટ કાળજી પૂરી પાડવા પાછળ કરાશે.

લંડનઃ આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી હતી અને 70,300 પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. આ ફંડનો પ્રત્યક્ષ ઉપયોગ હેરો અને બ્રેન્ટમાં લોકોને જીવનના અંત સુધીની સ્પેશિયાલિસ્ટ કાળજી પૂરી પાડવા પાછળ કરાશે.

હોસ્પિસના ટ્રસ્ટીઓ અને સ્ટાફે ગ્રૂપ્સના પ્રતિનિધિઓને આવકાર્યા હતા અને તેમના અવિરત સપોર્ટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ લાંબા સમયથી સેન્ટ લ્યૂક્સ હોસ્પિસનું સપોર્ટર રહ્યું છે. અગાઉ, હોસ્પિસ અને પોતાના ઘરમાં જ રહેતા પેશન્ટ્સને લક્ષણો પર ધ્યાન રાખવા રોજિંદા વપરાશના સીરિન્જ ડ્રાઈવર્સ જેવા મહત્ત્વના ઉપકરણો માટે પણ ભંડોળની મદદ કરી હતી.

આ ભંડોળ 22 માર્ચે સાઉથ હોરોસ્થિત ધામેચા લોહાણા સેન્ટરમાં બે ભાગના ઈવેન્ટમાં એકત્ર કરાયું હતું. દિવસના કાર્યક્રમમાં સ્નેહા મકનજી અને ગ્રૂપ દ્વારા હનુમાન ચાલીસા ઉપરાંત, થાળ આરતી અને મહાપ્રસાદનો સમાવેશ થયો હતો. હોસ્પિસના સપોર્ટમાં સાંજના કાર્યક્રમમાં 400થી વધુ મહેમાનોએ બૂફે ડિનર અને ડો. સુપ્રિયા જોશી અને યુકે-ભારતના સંગીતકારો દ્વારા બોલીવૂડ મ્યુઝિકના જીવંત પરફોર્મન્સની રંગત માણી હતી.

સેન્ટ લ્યૂક્સ હોસ્પિસના ચીફ એક્ઝિક્યુટિવ લિન્ડસે બેનિસ્ટરે જણાવ્યું હતું કે, ‘એક દિવસમાં 70,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવી અતુલનીય સિદ્ધિ છે. અમે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના તેમની પ્રતિબદ્ધતા અને ઉદારતા માટે ખાસ આભારી છીએ. આ ભંડોળનો ઉપયોગ અમારા ફીઝિયોથેરાપી રૂમના સમારકામ તથા પેશન્ટ્સ અને પરિવારો સમય વીતાવી શકે તેવી સ્પેસને સુધારવા માટે શરૂ કરી દેવાયો છે.’ સેન્ટ લ્યૂક્સના પેટ્રન લોર્ડ પોપટ અને ચીફ એક્ઝિક્યુટિવ લિન્ડસે બેનિસ્ટરના સંબોધનો પછી મહેમાનોને તેમના સપોર્ટથી સ્થાનિક લોકોને કેવી મદદ મળે છે તેને નિહાળવા અને તેમના ફંડરેઈઝિંગથી સેવાઓ શક્ય બને છે તેના વિશે જાણવા હોસ્પિસની ટુર યોજાઈ હતી.

એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ વતી બોલતા કેતનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ‘સેન્ટ લ્યૂક્સને સપોર્ટ કરવો તે બહુમાન છે. આ ઈવેન્ટથી અમારી કોમ્યુનિટી આવા મહત્ત્વના ઉદ્દેશ માટે ફંડ અને જાગૃતિ ઉભી કરવા એક થઈ છે. અમે જે હાંસલ કર્યું છે તેનો અમને ગર્વ છે અને સાથે મળીને કામ કરવા ઉત્સુક છીએ.’ 1983માં સ્થાપિત એશિયન ફાઉન્ડેશન ફોર ભારતમાં એજ્યુકેશન પ્રોજેક્ટ્સ અને ગુજરાતના સાંમસ્કૃતિક વારસાના પ્રસાર પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે હેલ્પ વિવિધ પ્રકારના વૈશ્વિક ઉદ્દેશોને સપોર્ટ કરે છે. યુકેમાં વિવિધ NHS હોસ્પિટલોમાં મહત્ત્વના ઉપકરણોનું દાન આપવામાં પણ તેઓ સક્રિય છે.

એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.