એસએસજીપી-યુકે દ્વારા હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને શિવ પૂજા યોજાયા

એસએસજીપી-યુકે દ્વારા હિન્દુ લ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર એસએસજીપી-યુકે દ્વારા વીતેલા સપ્તાહે પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પ.પૂ. સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ચાર દિવસનો અદભૂત હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને યુથ ક્લબનું આયોજન થયું હતું. 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર એસએસજીપી-યુકે દ્વારા વીતેલા સપ્તાહે પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પ.પૂ. સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં ચાર દિવસનો અદભૂત હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને યુથ ક્લબનું આયોજન થયું હતું. આ પ્રસંગની પ્રથમ તસવીરમાં (ડાબેથી) શશીભાઇ વેકરિયા, નિત્ય પટેલ, દીપકભાઇ પટેલ, સી.બી. પટેલ, પૂ. બાલકૃષ્ણદાસજી સ્વામી અને સુભાષભાઇ પટેલ, જ્યારે બીજી તસવીરમાં બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં દેવાધિદેવ મહાદેવ પર જળાભિષેક કરતા સી.બી. પટેલ. કિંગ્સબરી સ્કૂલમાં 31 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં જેમાં શિક્ષાપત્રી સંબંધિત પ્રશ્નોત્તરી, સુંદરકાંડનું ગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રવિવારે વિશેષ શિવપૂજા તેમજ ભાઇઓ-બહેનો-બાળકોમાં આધ્યાત્મિક-સાંસ્કૃતિક મૂલ્યોનું જતન-સંવર્ધન કરતાં કાર્યક્રમો યોજાયા હતા. શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં શિવપૂજા અને અભિષેકનો લાભ લીધો હતો. 

એસએસજીપી-યુકે દ્વારા હિન્દુ લ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.