ઓસ્ટ્રેલિયાના ન્યૂકાસલમાં નૂતન BAPS મંદિરનું ઉદઘાટન

ઓસ્ટ્રેલિયાના ન્યૂકાસલમાં નૂ...

૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ પૂ. મહંત સ્વામીના આશીર્વાદ સાથે પરમચિંતનદાસ સ્વામી અને પ્રિયચિંતનદાસ સ્વામીએ ન્યૂકાસલના કાર્ડિફ પરાંવિસ્તારમાં પવિત્ર મૂર્તિ સ્થાપન વિધિ અને નવા હરિ મંદિરની ઉદઘાટન વિધિ કરી હતી. ત્યારપછી, મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ સમક્ષ શાકાહારી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.

આ વિધિમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ઘણાં હરિભક્તો અને શુભેચ્છકોએ લાઈવ વેબકાસ્ટના માધ્યમથી ઘેરબેઠાં ભાગ લીધો હતો. ઉદઘાટનવિધિ પછી ઓનલાઈન સત્સંગ સભા યોજાઈ હતી. તેમાં સમાજમાં મંદિરોની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. અગાઉ, ૨૩ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ પૂ. મહંત સ્વામીએ સાળંગપુરમાં વેદિક મૂર્તિપ્રતિષ્ઠા વિધિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પૂ. પ્રમુખ સ્વામીએ ઓસ્ટ્રેલિયાના તેમના પ્રથમ વિચરણ દરમિયાન ૧૪ સપ્ટેમ્બર, ૧૯૮૪ના રોજ ન્યૂકાસલની મુલાકાત લીધી હતી. ઓસ્ટ્રેલિયામાં ન્યૂકાસલની લેક મેકેરી કાઉન્સિલ સત્તાવાર જાહેરાત સાથે પરમ પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરનાર પ્રથમ સંસ્થા હતી.

ઓસ્ટ્રેલિયાના ન્યૂકાસલમાં નૂ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.