ઓસ્ટ્રેલિયામાં વૈષ્ણવ સમાજ દ્વારા ગોવર્ધન પૂજા, અન્નફૂટ
ઓસ્ટ્રેલિયામાં વૈષ્ણવ સમાજે શનિવારે અત્રેના મંદિરમાં ગોવર્ધન પૂજાની સાથે દિવાળી સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને 56 વાનગીનો અન્નકૂટ ધરાવાયો હતો.
કેનબરાઃ ઓસ્ટ્રેલિયામાં વૈષ્ણવ સમાજે શનિવારે અત્રેના મંદિરમાં ગોવર્ધન પૂજાની સાથે દિવાળી સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ભગવાન શ્રીકૃષ્ણને 56 વાનગીનો અન્નકૂટ ધરાવાયો હતો. તમામ ભારતીય પરિવારોએ પોતાના તરફથી અન્નકૂટ માટે વાનગીઓ બનાવી હતી. આ પ્રસંગે રુચા વચ્ચાનીએ નંદ ઘેર આનંદ ભયો પરંપરાગત ગીત પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. ગોવર્ધન પરિક્રમા, પૂજન બાદ તમામને અન્નકૂટનો પ્રસાદ અપાયો હતો.
