કાળુપુર સ્વામીનારાયણ મંદિરના ૨૦૦ વર્ષ નિમિત્તે પોથી યાત્રા યોજાઈ

અમદાવાદના પ્રસિદ્ધ કાળુપુર સ્વામીનારાયણ મંદિરના ૨૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે અડાલજ ખાતે 27ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ‘પર્વ’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 27ફેબ્રુઆરીને રવિવારે ભવ્ય પોથીયાત્રામાં 50 હજાર હરિભક્તો જોડાયા હતા.
અમદાવાદના પ્રસિદ્ધ કાળુપુર સ્વામીનારાયણ મંદિરના ૨૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે અડાલજ ખાતે 27ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ‘પર્વ’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 27ફેબ્રુઆરીને રવિવારે ભવ્ય પોથીયાત્રામાં 50 હજાર હરિભક્તો જોડાયા હતા. અડાલજ ખાતે એકસાથે 70 હજાર ભક્તોએ પ્રસાદી લીધી હતી. સાડા ચાર કલાકમાં 912 કિલો રક્ત એકત્રિત થયું હતું. નારણઘાટ પર 20 હજાર દીવડાથી સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી હતી.
