કુમકુમ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઈ
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ ખાતે ગુરુપૂર્ણિમા પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, મુક્તજીવન સ્વામીબાપા, સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરાઈ હતી.
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ ખાતે ગુરુપૂર્ણિમા પર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, મુક્તજીવન સ્વામીબાપા, સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીનું પૂજન કરીને આરતી કરાઈ હતી. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાઈ હતી. તેમજ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમને ઈનામ અપાયા હતા. ગુરુનું જીવનમાં મહત્વ જણાવતા સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું કે, ગુરુએ આપણા ઉપર અનંત ઉપકારો કર્યા છે. તેથી સૌ કોઈ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરે છે.
