કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદનનો શણગાર

કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદ

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ (મણિનગર) ખાતે અખાત્રીજ - મંગળવારના રોજ પરંપરા અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો - ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

અમદાવાદઃ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ (મણિનગર) ખાતે અખાત્રીજ - મંગળવારના રોજ પરંપરા અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો - ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અખાત્રીજથી ભગવાનને ચંદનના વાઘા ધરાવવામાં આવે છે તે અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને અખાત્રીજના દિવસે ૩ કિલો ચંદનના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ વાઘા ધરાવવાથી ભગવાનને કાળઝાળ ગરમીમાં ઠંડક પ્રાપ્ત થતી હોય છે.
ભગવાનને ચઢાવાયેલા આ વાઘામાંથી બાદમાં ચંદનની ગોટીઓ બનાવીને ભક્તોને આપવામાં આવે છે. જેમાંથી ભક્તો નિત્ય પોતાના કપાળે તિલક કરે છે.

કુમકુમ મંદિર ખાતે ભગવાનને ચંદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.