કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦ર મી જયંતી ઉજવાઈ.

શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર ખાતે ૭ ડિસેમ્બરે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીના ગ્રંથ ‘વચનામૃત’ની ર૦રમી જયંતી મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષપદે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૮ વાગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, મહાપૂજા, વચનામૃત ગ્રંથનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું. સંતોએ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા ઉપર વિવેચન કર્યું હતું.

કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આ પ્રસંગે વચનામૃતની ૪ x ૩ ફૂટની વિશિષ્ટ કૃતિ તૈયાર કરાઈ હતી તેનું મહંત સદગુરુ સ્વામીશ્રીએ પૂજન કર્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ભગવાન દિવસે કે રાત્રે જ્યારે પણ સભામાં વાતો કરતા તે પાંચ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ, સમય, શ્રી હરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સામેલ વ્યક્તિઓ વગેરે બાબતોનો ઐતિહાસિક પ્રમાણ સાથેનો આ અદ્ભૂત ગ્રંથ છે. માગશર સુદ- ચોથે વચનામૃતને ર૦૧ વર્ષ પૂર્ણ થયાં. સત્સંગીઓ આ વચનામૃત વાંચે, વિચારે અને પોતાનું જીવન વધુ ઉન્નત બનાવે તે હેતુથી મંદિર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ર૭૩ વચનામૃતનો આ ગ્રંથ અને તેનો ઓડીયો કુમકુમ મંદિરના એપ ઉપર મૂકવામાં આવ્યો છે, જેનો દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકશે.

કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦ર મી જયંતી ઉજવાઈ.
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.