કુમકુમ મંદિર દ્વારા શરદપૂર્ણિમાની ઉજવણી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 102મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે શરદપૂર્ણિમા અને ચંદ્રગ્રહણની થીમ ઉપર 14 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 102મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે શરદપૂર્ણિમા અને ચંદ્રગ્રહણની થીમ ઉપર 14 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ રંગોળીમાં શરદપૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર - અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણની કૃત્તિ આબેહુબ કંડારવામાં આવી હતી. સાથે સાથે - શરદપૂર્ણિમાએ ભગવાન - સંતો ભક્તોની સાથે રાસે રમે છે, તે લીલા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 102 વર્ષ પૂર્ણ થયા એ ચારે પ્રસંગો સાથેની આ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો.
