કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના હીરાપૂર ખાતે અંતિમ સંસ્કાર કરાયા

૧૯ ડિસેમ્બરે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો અગ્નિ સંસ્કાર વિધિ કુમકુમ સેવા કેન્દ્ર - હીરાપુર ખાતે કરવામાં આવ્યો હતો. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૧૦૧ વર્ષના વરિષ્ઠ સંત હતા. આ પ્રસંગે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (BAPS), શાહીબાગ, SMVS સંસ્થા ગાંધીનગર, સોખડા સંસ્થા તથા જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદ, શ્રીજીધામ સાયન્સ સિટીના સંતો પધાર્યાં હતાં.

સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈ. સ ૧૯૪૮માં સૌ પ્રથમ વિદેશની ભૂમિ આફ્રિકા ગયા હતા. તેઓ સાતથી વધુ વખત સત્સંગ પ્રચાર અર્થે અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ ગયા હતા. તેમણે લંડનમાં વિશાળ મંદિર પણ સ્થાપ્યું છે.
તેમણે ૧૨૦૦થી વધુ પાનનો શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ, શ્રી હરિની સર્વોપરિતા આદિ સાત ગ્રંથોની રચના કરી હતી. પંચમહાલ, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અનેક લોકોને વ્યસન મુક્ત કરીને મંદિરો સ્થાપ્યા છે. તેમણે ગુજરાત સાધુ સમાજમાં મંત્રી તરીકેની સેવા આપી છે.
ઇ.સ. ૧૯૯૩માં શ્રી મુક્તજીવન સ્વામી બાપાના સિદ્ધાંતો સજીવન રાખવા તેમણે મણિનગરમાં કુમકુમ મંદિરની સ્થાપના કરી. શ્રી મુક્તજીવન સ્વામી બાપાની આજ્ઞા થવાથી તેઓ કચ્છથી ૪૦૦ કિલોમીટર ચાલીને સંત બનવા માટે આવ્યા હતા. તેમણે સંતની દીક્ષા ગ્રહણ કરી તેને ૮૦ વર્ષ થયા હતા.