કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ.

કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિ

ર૬ ડિસેમ્બરને રવિવારે સાંજે કુમકુમ સેવા કેન્દ્ર - હીરાપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક આનંદપ્રિયદાસજી સ્વામીની શ્રદ્ધાજંલિ સભા યોજાઈ હતી. તેના અધ્યક્ષપદે હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી હતા. આ પ્રસંગે ધૂન, ધ્યાન,ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા. સભામાં વિવિધ સંપ્રદાયના સંતો. મહંતો અને રાજકીય મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આનંદપ્રિયદાસજી સ્વામી ૧૦૧ વર્ષની ઉંમરે સ્વતંત્રપણે મનુષ્યલીલા સંકેલી મૂર્તિના સુખે સુખિયા થયાં છે..
સભામાં દિલીપદાસજી મહારાજ, બી.એ.પી.એસ અને એસ.એમ.વી.એસ. સંસ્થાના સંતો, સૈજપુર બોઘા આશ્રમના પવનકુમાર મહારાજ, ઇસ્કોન મંદિરના હરેશ ગોવિંદ દાસજી, કુંજેશલાલજી મહોદય કડીવાળા, શ્રીજીધામના સત્યસંકલ્પદાસજી સ્વામી, ધાંગધ્રાના સુખનંદનસ્વામી, હાથીજણના ગોવિંદબાપુ તથા પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા, બાબુભાઈ પટેલ વગેરે  રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ, લોહાણા સમાજ સહિત અમદાવાદની ૫૧ જેટલી સમાજિક સંસ્થાઓના પ્રમુખશ્રીઓએ પણ સભામાં હાજરી આપી હતી.
લંડનના કુમકુમ મંદિર ખાતે પણ આનંદપ્રિયદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં સાંસદ બોબ બ્લેકમેન, મેયર અજયભાઈ મારુ, કાઉન્સિલર મયુરભાઈ, કચ્છ લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ વેકરીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. શ્રદ્ધાંજલિ સભામાં લંડન, અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્ટ્રેલિયાના ભક્તો ઓનલાઈન જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વામિનારાયણ મંદિર કુમકુમ દ્વારા આ સભાનું યુ ટ્યુબ પર લાઈવ પ્રસારણ કરાયું હતું.

કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.