કુમકુમ મંદિરે શાસ્ત્રી આનંદપ્રિયદાસજીના 83મા દિનની ઉજવણી:
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સૌપ્રથમ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ત્યાગી સંતની દીક્ષા આપી તેને 83 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો વિશાળ હાર ધરાવાયો હતો.
અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સૌપ્રથમ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ત્યાગી સંતની દીક્ષા આપી તેને 83 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો વિશાળ હાર ધરાવાયો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરો છે અને અનેક સત્સંગીઓ છે, પરંતુ મહત્વની વાત એ છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ 1948માં શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આફ્રિકા પધાર્યા અને ત્યાં ચાર મહિના સુધી રોકાયા હતા અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. આ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશ જતા થયા છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું કે આનંદપ્રિયદાસજી સ્વામીએ યુરોપ - અમેરિકા - કેનેડા - દુબઈ સહિત અનેક દેશોમાં વિચરણ કરીને હજારોને વ્યસનમુક્ત કરીને સદાચારના પાઠ શીખવેલા છે.
