કુમકુમ મંદિરે સ્વામિનારાયણ જયંતી અને પાટોત્સવની ઉજવણી

કુમકુમ મંદિરે સ્વામિનારાયણ જ

સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિય-દાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની 242મી જયંતી અને કુમકુમ મંદિરના 30મા પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરાઇ હતી. 

અમદાવાદઃ સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિય-દાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની 242મી જયંતી અને કુમકુમ મંદિરના 30મા પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પારણાંમાં ઝુલાવીને કીર્તન - ઓચ્છવ - નૃત્યોના ગાન સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે સંતો હરિભક્તોએ સામૂહિક આરતી કરી હતી.

કુમકુમ મંદિરના 30મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર 30 જળથી અભિષેક કરાયો હતો અને 30 પ્રકારના વિવિધ હાર ધરાવાયા હતા. ત્યારબાદ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં દેશ-વિદેશના ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
સમગ્ર મહોત્સવનું સ્વામિનારાયણ મંદિર-કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું.

કુમકુમ મંદિરે સ્વામિનારાયણ જ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.