કેન્યાના પૂરગ્રસ્તોની વહારે મણિનગર ગાદી સંસ્થાન

કેન્યાના પૂરગ્રસ્તોની વહારે

તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે બે હજારથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફતપીડિતો માટે ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર-નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ છે

અમદાવાદ: તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે બે હજારથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફતપીડિતો માટે ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર-નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ છે. રાહતસામગ્રી ભરેલી ટ્રકને નારોકના ગવર્નર પેટ્રિક ઓલે એનટુટુ અને સાંસદ કીટીલઈ એનટુટુએ લીલી ઝંડી આપી રવાના કરી હતી. ભારતીય સમુદાયના અગ્રણીઓ નૂનુ સંઘાણી, અરુણ રાબડિયા અને પ્રકાશ પીંડોરિયા સહિતના હરિભક્તો રાહતસામગ્રી લઈને પીડિતોની પાસે પહોંચ્યા હતા. અસરગ્રસ્તોને 210 ગાદલાં, 210 બ્લેન્કેટ, ચંપલ, ખાદ્ય સામગ્રી, મકાઈનો લોટ (ઉગા)ની પાંચ કિલોની એક એવી 200 બેગ, બાળકો માટે દૂધ, જ્યૂસનું વિતરણ કરાયું હતું.

કેન્યાના પૂરગ્રસ્તોની વહારે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.