કેન્યામાં નૈવાશા હિન્દુ ટેમ્પલ દ્વારા આસ્થા અને સમુદાયની શતાબ્દીનો મહોત્સવ ઉજવાયો
નૈવાશા હિન્દુ ટેમ્પલ દ્વારા 23 અને 24 ઓગસ્ટના બે દિવસીય કાર્યક્રમમાં આસ્થા અને સમુદાયની સીમાચિહ્ન સમાન શતાબ્દી (1925 - 2025)ની ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ભક્તિ અને સેવાના સો વર્ષની પરિપૂર્ણતા ઊજવણીમાં ભક્તો, શુભેચ્છકો અને કોમ્યુનિટીના અગ્રણો ઉપસ્થિત રહ્યા હતા. 23 ઓગસ્ટે હનુમાન ચાલીસાના પાઠ સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો, જેના પછી આરતી અને મહાપ્રસાદના વિતરણનું આયોજન હતું. સાંજના સમયે રાસ અને ગરબાની રમઝટ તેમજ મંદિર પરિસરમાં સંગીત,આનંદ અને ભક્તિરસની છોળો સાથે થકી વાતાવરણ જીવંત બની ગયું હતું.
નૈવાશા (કેન્યા): નૈવાશા હિન્દુ ટેમ્પલ દ્વારા 23 અને 24 ઓગસ્ટના બે દિવસીય કાર્યક્રમમાં આસ્થા અને સમુદાયની સીમાચિહ્ન સમાન શતાબ્દી (1925 - 2025)ની ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ભક્તિ અને સેવાના સો વર્ષની પરિપૂર્ણતા ઊજવણીમાં ભક્તો, શુભેચ્છકો અને કોમ્યુનિટીના અગ્રણો ઉપસ્થિત રહ્યા હતા. 23 ઓગસ્ટે હનુમાન ચાલીસાના પાઠ સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો, જેના પછી આરતી અને મહાપ્રસાદના વિતરણનું આયોજન હતું. સાંજના સમયે રાસ અને ગરબાની રમઝટ તેમજ મંદિર પરિસરમાં સંગીત,આનંદ અને ભક્તિરસનીની છોળો સાથે થકી વાતાવરણ જીવંત બની ગયું હતું.
24 ઓગસ્ટનો દિવસ અભિષેક અને આરતી સાથે શરૂ કરાયો હતો. આ પછી, ભક્તજનો નૈવાશાની શેરીઓમાં ફરી રહેલી ભવ્ય શોભાયાત્રામાં સામેલ થયા હતા અને ત્યાર પછી ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. કાર્યક્રમની સમાપ્તિએ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ભક્તજનો સહિત સર્વે મુલાકાતીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેના થકી, એકતા અને સંપની ભાવના મજબૂત બની હતી.
ઐતિહાસિક શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંબોધન કરતા નૈવાશા હિન્દુ ટેમ્પલના ચેરમેન બીપીનભાઈ શાહે હાર્દિક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,‘આ મંદિર માત્ર ઈમારતનું માળખું નથી. આ તો આસ્થા, ભક્તિ અને આશીર્વાદનું સ્થાન છે. આ મંદિર પ્રત્યે તમારા અવિરત પ્રેમ અને ભક્તિભાવની અમે કદર કરીએ છીએ.’ આ શતાબ્દી મહોત્સવમાં પેઢીઓથી આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને સમુદાયની વૃદ્ધિ થઈ છે અને જ્યાં હનુમાનજીના આશીર્વાદ આગામી વર્ષો સુધી પ્રેરણા આપતા રહેશે તેવા મંદિરની ભવ્ય યાત્રાનું તત્વ ઝીલાયું હતું.
એકે હજારાં સામાજિક કર્મશીલ મીનાબહેન ખગ્રામ
સામાજિક કર્મશીલ,ડિજિટલ સર્જક, લેખિકા અને વક્તા મીનાબહેન ખગ્રામનો જન્મ, ઉછેર, શિક્ષણ અને લગ્ન પણ કેન્યામાં થયેલ છે. બાળકો અને ગ્રાન્ડચિલ્ડ્રનનો ઉછેર પણ કેન્યામાં જ કર્યો છે. તેમનું મનગમતું સ્થળ નાકુરુ છે જ્યાં તેમના અઢળક મિત્રો છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાઈરોબીની મુલાકાત લીધી હતી ત્યારે મીનાબહેનને તેમને મળવાની અને તસવીર ખેંચાવવાની સુંદર તક મળી હતી. વિશ્વસ્તરીય વક્તાઓ અને ધર્મગુરુઓ તેમને પ્રેરણા આપતા રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ પોતાની કોમ્યુનિટી માટે સારું કામ કરતી હોય તેમનામાંથી તેઓ સતત પ્રેરણા લેતાં રહે છે. તેમને ઊચ્ચ શિક્ષણ મળવાની પૂરતી તક નહિ મળ્યાનો અફસોસ રહેતો હતો પરંતુ લગ્ન પછી પતિ રમેશભાઈ ખાગરામે મીનાબહેનને કશું પણ શીખવું હોય તે માટે સપોર્ટ આપ્યો હતો અને ત્યારથી તેઓ સતત શીખતાં રહ્યાં છે. મીનાબહેનને તેમના પિતાએ જીવનનું મૂલ્ય શું હોય તે શીખવ્યું હતું આ પછી, પતિ રમેશભાઈ અને બાળકો તેમને સતત પ્રોત્સાહન આપતા રહ્યા હતા.
વિશ્વસ્તરીય વક્તા, લેખક અને કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા સાથે સાથે મળી તેમણે ઝૂમ સેશન્સ શરૂ કર્યાં હતાં, જેમાં લોકડાઉન દરમિયાન લોકોનો ઉત્સાહ વધારવા અને પ્રેરિત કરવા વિશ્વનેતાઓ, રાજકારણીઓ, એલોઈડ કિપચોગે જેવા એથ્લીટ અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ અપાતું હતું. MINLA ઝૂમ સેશન્સ તરીકે પ્રખ્યાત બનેલા આ પ્રોગ્રામમાં યુકે, યુએસએ, કેનેડા અને ભારતમાંથી ઓડ઼િયન્સ સંકળાતું હતું. મીનાબહેને વિવિધ પ્રોગ્રામ્સ અને ઈનિશિયેટિવ્ઝ થકી સમાજ પર ગાઢ અસર ઉપજાવી છે.
મીનાબહેન યુવાનો પાસેથી સતત નવું શીખવાની ઈચ્છા ધરાવે છે. આ ઉપરાંત, યુવા પેઢી કેન્યાના ગ્રામ્ય વિસ્તારોમાં રહી કામ કરવા અને બાળકો સાથે તેમનું જ્ઞાન વહેંચે તેને ઉત્તેજન અને પ્રેરણા આપવા ઈચ્છે છે. જો તેઓ પ્રાઈમ મિનિસ્ટર હોય તો કોઈ પણ બાળક ભૂખ્યું ન સુવે તેમજ સ્ત્રીઓ કિચન ફાર્મિંગમાં સંકળાય અને મહિલા સશક્તિકરણને વેગ મળે, ગ્રામ્ય વિસ્તારોમાં દવાઓ નિઃશુલ્ક મળે અને ફ્રી મેડિકલ કેમ્પ્સ યોજાતા રહે તેમ કરવા ઈચ્છે છે. તેઓ મહાત્મા ગાંધીની ‘સાદગીપૂર્ણ જીવન અને ઊચ્ચ વિચાર’ની ફીલોસોફીને અનુસરે છે અને મહાત્મા ગાંધી સાથે સમય વીતાવવા મળે તે તેમનું સ્વપ્ન રહ્યું હતું.
