ગુજરાત સમાચાર સાથે 1973થી અતૂટ નાતો...

ગુજરાત સમાચાર સાથે 1973થી અતૂટ ન

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 5 મેના રોજ 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી

બ્રિટિશ ભારતીય સમાજના અવાજ તરીકે આગવી નામના અને ખ્યાતિ ધરાવતા ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકે 5 મેના રોજ 53મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે પ્રસંગે માનવંતા વાચક મિત્રોએ પાઠવેલા શુભેચ્છા સંદેશા અહીં રજૂ કરતાં અમે અત્યંત આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી

• ગુજરાત સમાચાર સાથે 1973થી અતૂટ નાતો...

યુકેમાં વસતા ગુજરાતી સમુદાય માટે સમાચાર સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ પાંચ દસકા કરતાં પણ વધુ સમયથી સહુ કોઇને જોડતો મહત્ત્વનો સેતુ બની રહ્યું છે. ‘ગુજરાત સમાચાર’ અમને સ્થાનિક ઉપરાંત દેશવિદેશના સમાચારોથી તો માહિતગાર કરે જ છે, સાથોસાથ આપણા ધાર્મિક કાર્યક્રમો, સામાજિક મેળાવડા અને આપણા સમાજના સભ્યોની સિદ્ધિ-સફળતાને વ્યાપક પ્રસિદ્ધિ આપીને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી પણ કરે છે. ગુજરાતીઓના વેપાર-વણજ, રમતગમત, મનોરંજન એમ વૈવિધ્યસભર વિષયોના વ્યાપક કવરેજ થકી ‘ગુજરાત સમાચાર’ આપણા સહુમાં ગૌરવની ભાવના વિકસાવે છે, એકતાને વધુ મજબૂત બનાવે છે. મારો પરિવાર છેક 1973થી ‘ગુજરાત સમાચાર’નું લવાજમ સતત ભરતું રહ્યું છે જે આ પ્રકાશન પ્રત્યેનો અમારો લગાવ - આદર દર્શાવે છે. ‘ગુજરાત સમાચાર’ એટલે એવું અખબાર જેણે વિદેશની ધરતી પર આપણા વારસાને સફળતાપૂર્વક સાચવ્યો છે. અને છેલ્લે, આ પત્ર સાથે મારો એક ફોટો મોકલી રહ્યો છું, જેમાં ધ્યાનથી જોતાં જણાશે કે મારા એક હાથમાં 2025નું ગુજરાત સમાચાર છે પણ બીજા હાથમાં 1980નો અંક છે! ‘ગુજરાત સમાચાર’નો 35 વર્ષ પહેલાનો આ અંક આપની સાથેનો નાતો કેટલો જૂનો છે તે દર્શાવે છે. - ચંદ્રકાન્ત મહેતા, બ્રાયટન

• 30 વર્ષ જૂનો સંબંધ...

તંત્રીશ્રી, આપને જણાવતા અત્યંત આનંદ થાય છે કે છેલ્લા 30 વર્ષથી અમે ગુજરાત સમાચાર ખરીદીએ છીએ અને એબીપીએલ પરિવારના સક્રિય સભ્ય છીએ. ગુજરાત સમાચાર અમને દુનિયાભરના સમાચાર પૂરા પાડે છે, વાંચવાની બહુ મજા આવે છે. અમારા પ્રિય ગુજરાત સમાચારને તેના 53મા જન્મદિને હાર્દિક શુભકામનાઓ... - બાબુભાઇ મકવાણા

ગુજરાત સમાચાર સાથે 1973થી અતૂટ ન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.