જલારામ જ્યોત મંદિર દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ

જલારામ જ્યોત મંદિર દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ

સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થનાસભામાં NCGO (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ), જલારામ જ્યોત મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, શ્રદ્ધાળુઓ તેમજ પોતાની સંવેદના વ્યક્ત કરવા ઈચ્છતા કોમ્યુનિટીના સભ્યો સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી.

લંડનઃ સડબરીના જલારામ જ્યોત મંદિર દ્વારા 14 જૂન શનિવારે અમદાવાદની કરૂણ વિમાન દુર્ઘટનામાં પોતાના સ્નેહીજનોના પરિવારો તેમજ અન્ય તમામ આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થનાસભામાં NCGO (નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ), જલારામ જ્યોત મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારીઓ, શ્રદ્ધાળુઓ તેમજ પોતાની સંવેદના વ્યક્ત કરવા ઈચ્છતા કોમ્યુનિટીના સભ્યો સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી.

આ વિનાશક અકસ્માતમાં જલારામ જ્યોત મંદિરના પૂર્વ કર્મચારીઓ સહિત અન્ય જાન ગુમાવનારા લોકો સાથે મંદિરના ઘણા સંપર્કો હતા. ઘણા ભક્તોના પરિવારજનો અને મિત્રો પણ આ ફ્લાઈટમાં સવાર હતા. જે લોકોને દુર્ઘટનાથી અસર પહોંચી છે તેવા શોકાતુર લોકો અહીં આવે અને પ્રાર્થના કરી શાંતિ પ્રાપ્ત કરે તેમને સ્થળ પૂરું પાડવાનું કાર્ય સંસ્થા ચાલુ રાખશે અને આ મુશ્કેલ સમયમાં સંસ્થા તમામ અસરગ્રસ્તોની સાથે જ છે.

જલારામ જ્યોત મંદિર દ્વારા પ્રાર્થનાસભા યોજાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.