જાણીતા અગ્રણી ભાનુભાઇ પંડ્યાની ૫૦મી લગ્ન જયંતિ પ્રસંગે શુભેચ્છા

જાણીતા અગ્રણી ભાનુભાઇ પંડ્યા

જાણીતા સામાજીક અગ્રણી અને હાસ્ય કલાકાર શ્રી ભાનુભાઇ પંડ્યા અને તેમના ધર્મપત્ની શ્રીમતી ભદ્રાબેન પંડ્યાએ તા. ૮મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ પોતાની ૫૦મી લગ્ન જયંતિની પોતાના ઘરે જ સાદાઇથી ઉજવણી કરી હતી. પંડ્યા દંપત્તીને તેમના ચાહકો, મિત્રો, સંબંધીઅોએ રૂબરૂ તેમજ ફોન કરીને શુભકામનાઅો પાઠવી હતી.

વિશાળ મિત્રવર્તુળ ધરાવતા ભાનુભાઇ પંડ્યા ગુજરાતી સમુદાયના એવા અગ્રણી છે જેઅો ઘરઘરમાં લોકપ્રિય છે. પોતાના રમુજી સ્વભાવ અને સામાજીક સેવાઅો થકી વિખ્યાત ભાનુભાઇ પંડ્યા હાલમાં મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના સેક્રેટરી અને ભારતી વિદ્યાભવનના ડ્રામા કમિટીના વાઇસ ચેરમેન તરીકે સેવાઅો આપી રહ્યા છે. આ અગાઉ તેમણે સરદાર પટેલ મેમોરિયલ સોસાયટીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ૨૦ વર્ષ સેવાઅો આપી હતી. મૂળ મહેમદાવાદના વતની અને હાલ હેરો ખાતે રહેતા ભાનુભાઇ પંડ્યાને તેમની ૫૦મી લગ્ન જયંતિ પ્રસંગે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઅો. સંપર્ક: 07931 708 026.

જાણીતા અગ્રણી ભાનુભાઇ પંડ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.