જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત

દિલ્હીમાં આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીના ૪૩ મા પ્રતિષ્ઠા ઉત્સવની પૂર્વ સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેમણે આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી તથા શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ એમ ત્રણ પેઢીઓના દર્શન, આશીર્વાદ મેળવ્યા છે.

આચાર્યશ્રીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રસન્નતાની પાઘ, શાલ, રક્ષાસૂત્ર, કુમકુમનો ચાંલ્લો અને સ્વર્ણિમ કળશ અર્પણ કરી આશીર્વાદ આપ્યા હતા. મુલાકાતમાં મુનિભૂષણદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીના મહંત ધર્મનંદનદાસજી સ્વામી, સર્વાત્મપ્રિયદાસજી સ્વામી, શરણાગતવત્સલદાસજી સ્વામી, ગુરુપ્રિયદાસજી સ્વામી, કીર્તિભાઈ વરસાણી તથા નિમિત્ત કાકા ઉપસ્થિત રહ્યા હતા.